Achira News Logo
Achira News

ગુજરાતે સમગ્ર રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે મોબાઇલ વાન શરૂ કરી

Western Times
ગુજરાતે સમગ્ર રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે મોબાઇલ વાન શરૂ કરી
Full News
Share:

રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટેEDCફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરત Øઆ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં બે ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયા Øકેમિકલ ઉદ્યોગો, GIDC, SEZ,ગેસ લીક ઘટના તથા સંભવિત પ્રદૂષિત વિસ્તારોમાં વાનની ભૂમિકા મહત્વની Øવાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ ભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલ,રાસાયણિક,ડાય અનેડાય-ઈન્ટરમીડીએટ્સ,કાપડ,સિરામિક,ધાતુ,રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે,જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBદ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDCફંડ હેઠળ રૂ. ૫.૭૬ કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે. જે માટેની કાર્ય યોજનાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-CPCBદ્વારા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતે સમગ્ર રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે મોબાઇલ વાન શરૂ કરી | Achira News