ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'ઓપરેશન મ્યુઅલ 2.0' અંતર્ગત આણંદ અને અમદાવાદમાં સક્રિય એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આણંદ ખાતેથી ગેંગના 10 સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં કેટલાક અમદાવાદના શખ્સોનો પણ સમાવેશ થાય છે. આ ગેંગ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી, જેમાં દેશભરના 132 સાયબર ક્રાઈમના ગુનાઓના નાણાં ટ્રાન્સફર થયા હતા. પ્રાથમિક તપાસમાં આ એકાઉન્ટ્સમાં આશરે 53.55 કરોડ રૂપિયાનું શંકાસ્પદ સાયબર ફ્રોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં 3 ખાતા ધારક, 3 હેન્ડલર અને બાકીના સભ્યો USDT (ક્રિપ્ટોકરન્સી) ટ્રાન્સફર અને ઓપરેશનનું કામ સંભાળતા હતા. આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઝડપાયેલા આરોપી સાબિરમિયાંની પૂછપરછ કરવામાં આવી. તપાસમાં ખૂલ્યું છે કે સાબિરમિયાંએ અગાઉ મહારાષ્ટ્રના ચર્ચિત બાબા સિદ્દીકી મર્ડર કેસના આરોપીઓને પણ 'મ્યુઅલ એકાઉન્ટ' પૂરું પાડ્યું હતું. આ ખુલાસા બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક થઈ છે. સાયબર માફિયાઓ સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને તેમાં ગુનાખોરીના નાણાં મેળવતા હતા અને બાદમાં તે નાણાંને USDT મારફતે વિદેશ મોકલી આપતા હતા. આ કેસમાં હજુ પણ અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં.હવામાન વિભાગે આજે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગરમી અને ઉકળાટ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે કહ્યું હતું કે, આજે રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી છે. તેની સાથે ગરમી અને ઉકળાટ પણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિ.મી સુધી રહી શકે છે.અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને
ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર ગુનામાં સંડોવાયેલી મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.