Achira News Logo
Achira News

ગુજરાત સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી, નોંધણીની સમયમર્યાદા નક્કી

Divya Bhaskar
ગુજરાત સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી, નોંધણીની સમયમર્યાદા નક્કી
Full News
Share:

ગુજરાત સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. 4 માર્ચથી રૂ.2585 પ્રતિ ક્વિન્ટલના દરે ઘઉંની ખરીદી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ તારીખથી ખરીદીનો આરંભ થશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો માટે 1 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી ફરજીયાત રાખવામા ખરીદી દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયા અમલમાં રહેશે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે રવિ પાક અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ રૂ.2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરાશે.ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો 1 માર્ચ,2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે કરવામાં આવશે. નોંધણી માટે આધાર કાર્ડ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8/અ, પાક વાવણીની એન્ટ્રી અથવા તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જરૂરી રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને ખરીદીની તારીખ અને સમયની માહિતી મેસેજ દ્વારા આપવામાં આવશે. ખરીદી સમયે ઓળખપત્ર અને બાયોમેટ્રિક ચકાસણી બાદ જ ઘઉંની ખરીદી થશે. પ્રથમ વાર બાયોમેટ્રિક પ્રક્રિયા ફરજીયાતઆ વર્ષે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પ્રથમવાર સંપૂર્ણપણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આધારિત રહેશે. ઘઉંની પ્રત્યક્ષ ખરીદીનો પ્રારંભ 4 માર્ચથી થઈ 15 મે 2029 સુધી ચાલશે. દસ્તાવેજોમાં કોઈ ખોટી માહિતી જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી અંગે માર્ગદર્શન માટે ખેડૂતોએ હેલ્પલાઇન નંબર 8511171718/19 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી, નોંધણીની સમયમર્યાદા નક્કી | Achira News