અમદાવાદ તા.૨ : પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ ૧૬,૩૮૦ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી ૧૪,૬૯૦ પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે ૯૦ ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. વન મંત્રી શ્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૭,૦૪૦ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી ૬,૫૩૨ પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતમાં ૪,૮૦૦માંથી ૪,૧૯૪, વડોદરામાંથી ૭૨૨માંથી ૬૪૯, રાજકોટમાંથી ૬૭૬માંથી ૫૫૩ તેમજ ગાંધીનગરમાં ૩૨૯ પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી ૩૧૩ જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. આમ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪,૬૯૦ પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ ૧૩,૬૩૬ કબૂતર, ૯૦૫ સમડી, ૨૮૧ કાગડા, ૧૮૦ ઢાંક, ૧૩૭ બ્લેક આઈબીસ, ૧૩૪ ઘુવડ, ૧૨૧ બગલા અને ૧૧૦ પોપટ, અન્ય ૧૮૫ સહિત કુલ ૪૧ વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ ૨૦૧૭માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષે ૨૦૧૭માં ૭,૩૦૧ ઘાયલ પક્ષીઓ પૈકી ૬,૫૯૭ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૨૯ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ ૯૨ ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગુજરાત સરકારના'કરુણા અભિયાન "એ ઉત્તરાયણ ઉત્સવ દરમિયાન 90 ટકા ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.