અમરેલી સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ, ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. ત્યારે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ઠંડી ઓછી રહેશે તેમ જણાવ્યું છે. અમરેલી પંથકમાં સોમવારે ન્યુનત્તમ તાપમાનનો પારો 18.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હુતં. જ્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત હવામા ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું અને પવનની ગતિ પ્રતિ કલાક 2.8 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જિલ્લાના ગીર કાંઠા વિસ્તારમાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. આજે અમરેલી શહેરમાં ન્યુનત્તમ તાપમાન 18 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.
ગુજરાતના અમરેલીમાં ઠંડીથી રાહતનો અનુભવ થયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.