Achira News Logo
Achira News

ગુજરાતનું તાપમાન વધ્યુંઃ વિવિધ શહેરોમાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું

Sandesh
ગુજરાતનું તાપમાન વધ્યુંઃ વિવિધ શહેરોમાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું
Full News
Share:

ભુજમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, કેશોદમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.3 ડિગ્રી, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતનું તાપમાન વધ્યુંઃ વિવિધ શહેરોમાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું | Achira News