Achira News Logo
Achira News

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું

Divya Bhaskar
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું
Full News
Share:

જામનગર સહિત હાલારમાં ભારે પવન સાથે છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે બપોરે જામનગર ઉપરાંત દ્વારકા, કાલાવડ,લાલપુર, જામજોધપુર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે ધ્રોલ, જોડીયા, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરમાં ઝં જામનગરમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તોફાની પવન શરૂ થયો હતો જે બાદ થોડીવારમાં જ મીની વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.એકાએક ગોરંભાયેલા આભ વચ્ચે ઝંઝાવાતી પવનથી જનજીવન પણ સ્તબ્ધ્ બની ગયુ હતુ.લગભગ પોણો કલાક સુધી ભારે પવન વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડયા હતા.જે દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો સાથે વીજ તાર તુટી પડયા હતા.જે સાથે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો.ધુળની ડમરીઓ વચ્ચે ઝંઝાવાતી પવનના કારણે શહેરના અમુક બહુમાળી બિલ્ડીંગોના કાચ પણ તુટ્યા હતા.જયારે અનેક વૃક્ષો સાથે વીજ તારનો પણ સોથ વળી ગયો હતો. શહેરના રણજીતસાગર રોડ પર ભાગવત સપ્તાહના આયોજનની તૈયારી વચ્ચે ભારે પવનના કારણે ડોમનો અમુક ભાગ પણ જમીનદોસ્ત થયો હતો. આ મીની વાવાઝોડુ સાંજે શાંત થયુ હતુ.જામજોધપુર,કાલાવડ , લાલપુર પંથકમાં પણ બપોરે ભારે પવન સાથે હળવો કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે યાત્રાધામ દ્વારકામાં કમૌસમી વરસાદે એકાદ કલાક સુધી મુકામ કરતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.ખંભાળિયા, ધ્રોલ, જોડીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં સમયાંતરે હળવા વરસાદી છાંટાઓ પડયા હતા.જામનગર સહિત્ હાલારના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવને અડધો કલાક સુધી મુકામ કરતા એક તબકકે બિહામણા દ્રશ્યો પણ સર્જાયા હતા. મીની વાવાઝોડાથી આખી સોલાર પેનલ નીચે રોડ પર ખાબકી, જાનહાની ટળીજામનગરમાં ગુરૂવારે બપોરના એકાએક મીની વાવાઝોડું શરૂ થતાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો ત્યારે આ વાવાઝોડાના પગલે શહેરના દિ.પ્લોટ શેરી નં. 7માં એક મકાનમાં ફીટ કરેલ આખી સોલાર પેનલ પવનના જોરે નીચે પટકાતા રોડની વચ્ચે ખાબકી હતી જેના પગલે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો, સદ્દભાગ્યે કોઇ જાનહાની થવા ન પામી હતી. માવઠાથી ધાણાના પાકને નુકશાન, ભાવ ઓછા મળશેજામનગર પંથકમાં ગુરૂવારે બપોરે ભારે પવન સાથે કમૌસમી વરસાદી ઝાપટાઓથી પાકને નુકશાન થયુ છે.ખાસ કરી ધાણાના પાથરા પર પાણી પડતા બગાડ સાથે પાથરા પણ ઉડીને વેરવિખેર થયા છે.ઘાણાની ગુણવતાને અસર થવાથી ભાવ પણ ઓછા મળશે. > હર્ષદભાઇ સંઘાણી, ખેડૂત, જામનગર મોઢે આવેલો કોળીયો ઝુંટવાશે, ઉભા ઘઉંને ભારે નુકશાનઘઉંનો પાક તૈયાર થઈ ગયો હોય, અને ઘઉં કાઢવાની તૈયારીઓ કરતા હતા. આ દરમિયાન ઘઉં કાઢવાનું કટર ન આવતા ગુરૂવારે બપોર બાદ શરૂ થયેલા તોફાની પવન સાથેના કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. ઘઉંની ડુંડીમાંથી ઘઉં નીકળીને નીચે પડી ગયા છે. > ખેડૂત ભાવેશભાઈ નંદા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ગુરૂવારના શરૂ થતાં વાહનોથી ધમધમતા સાધના કોલોની રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય માટે એકબાજુનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું | Achira News