ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં પંચમહાલ જિલ્લાએ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શૈક્ષણિક ગુણવત્તામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આંકડાકીય દ્રષ્ટિએ જોતા પંચમહાલમાં ટોપ ગ્રેડ મે વર્ષ 2025માં માત્ર 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની સામે વર્ષ 2026માં આ સંખ્યા વધીને 4 થઈ છે. તેવી જ રીતે, A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 43 થી વધીને 89 પર પહોંચી છે, જે દર્શાવે છે કે જિલ્લામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના દેખાવમાં 100% થી વધુનો સુધારો થયો છે.તેમજ મધ્યમ ગ્રેડ એવા B1 અને B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં પણ ક્રમશઃ વધારો થયો છે. B1 ગ્રેડમાં 132 થી વધીને 186 અને B2 માં 246 થી વધીને 280 વિદ્યાર્થીઓ નોંધાયા છે.જયારે સામાન્ય પ્રવાહમાં પરીણામ પર કોમ્પ્યુટર,એકાઉન્ટ સ્ટેટ તથા વાણીજય વ્યવસ્થા અને સંચાલન વિષયના ઓછા માર્કસ પરીણામ અસર કરી છે. કોમ્પયુટરમાં શાળામાં પ્રેકટીકલમાં સારા માર્ક લાવે પણ વિષયની પરિક્ષામાં વિદ્યાર્થીઓ ગોથુ ખાઇ જતા ઓછા માર્કના લીધે ટકાવારી ઘટી છે. તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં ભાષામાં વિદ્યાર્થીઓની પકડ સારી હોવાની 90 ટકા ઉપર માર્ક લાવ્યા પણ કેમેસ્ટી, બાયોલોજી તથા ફીઝીકસમાં ઓછા માર્કના લીધે B1,B2 તથા C1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કોલેજોમાં મેરિટ સ્થિર અથવા સહેજ ઊંચું રહેશે ડિગ્રી ફાર્મસી અને B.Sc.ના મેરિટમાં ગત વર્ષની સરખામણીએ કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે, ઉલટાનું સ્પર્ધા વધશે.સામાન્ય પ્રવાહમાં 88.69% પરિણામ આવ્યું છે.ગત વર્ષ કરતા સહેજ પરિણામમાં ઘટાડો થવાને કારણે B.Com અને B.B.A. જેવા કોર્સમાં એડમિશન પ્રક્રિયા થોડી સરળ બની શકે છે, વિજ્ઞાન પ્રવાહમાં GUJCET/NEET ના સ્કોર મેરિટ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં નોંધપાત્ર શૈક્ષણિક પ્રગતિ જોવા મળી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.