(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦: સાવરકુંડલા રોડ પર આવેલ નવા અદ્યતન માર્કેટયાર્ડ ખાતે સંસ્થા દ્વારા ખેડૂતોનાં વિશાળ હિતને ધ્યાનમાં રાખીને નવી ખરીદ કરેલ ૨૪ એકર જમીનમાં રૂા.૫૪ કરોડનાં ખર્ચે આધુનિક સુવિધાયુકત એકસ્પાન્સનનું ખાતમુહુર્ત તેમજ ૨ લાખ ચો.ફુટ જગ્યામાં ગુજરાતનો સૌથી મોટા ‘વિરાટ શેડ' નું નિર્માણ કરેલ જેનું લોકાર્પણ રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનાં હસ્તે કરવામાં આવશે. જે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોનાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહેવાનાં છે. આ કાર્યક્રમ રાબેતામુજબ તા.૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારનાં રોજ યોજવામાં આવેલ છે. તો અમરેલી જીલ્લાનાં તમામ ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો અને શહેરી પ્રજાજનોને સવારે ૯-૩૦ કલાકે સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટયાર્ડ ખાતે ઉદ્દઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા જણાવ્યું છે. તેમ ભાવિનભાઈ છે. સોજીત્રાડ- ચેરમેન, ચંદભાઈ બી. પોલરા- વાઇસ ચેરમેન, તુષારભાઈ એચ. હપાણી -યાર્ડના સેક્રેટરી તથા અતુલભાઈ કાનાણી-પ્રમુખ અમરેલી જીલ્લા ભા.જ.૫ ની યાદીમાં જણાવ્યું છે.(
ગુજરાતના મુખ્યમંત્રી અમરેલીમાં ₹26 કરોડનાં માર્કેટ યાર્ડ વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.