Achira News Logo
Achira News

ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ કાર્યક્રમમાં રાજ્ય પુરસ્કાર જીત્યો

Akila News
ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ કાર્યક્રમમાં રાજ્ય પુરસ્કાર જીત્યો
Full News
Share:

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૮: ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઈડની પ્રવળત્તિઓમાં ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમા ં‘રાજ્‍ય પુરસ્‍કાર'મેળવી સંસ્‍થા,સ્‍કુલ તથા કોલેજનું નામ રોશન કર્યું છે. ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીની ડો.ઈશાબેન મહેતા અને ગુંજન કાથરોટિયા,તેમજ હાલ અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ધીર ભારદ્વાજ,ધ્રુવ ભારદ્રાજ,હેમાંગી ઉનાગર,નિષ્ઠા ચોટલીયા,ખુશી ગોંડલિયા,નમ્રતા કૂકડ,પરમેશ્વરી બસિયા તેમજ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીની માંડવીયા પનસ્‍વી,ખુંટ બંસી,ગેડિયા પ્રિયા,ઠુમ્‍મર કેશવા એ ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઈડની રાજ્‍ય પરીક્ષા પાસ કરી રાજ્‍યના રાજ્‍યપાલ આચાર્ય દેવવતજી ના વરદ હસ્‍તે રાજભવન ગાંધીનગર ખાતે સન્‍માન મેળવ્‍યું હતુ. સંસ્‍થાના વડા પ.પૂ. સંત શ્રી ડો. રતિદાદા એ સન્‍માન પ્રાપ્‍ત કરી પરત આવેલ વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરી આશીર્વાદ પાઠવ્‍યા હતા. તેમજ સંસ્‍થાના ડાયરેક્‍ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા શીતલબેન મહેતા,કોલેજના આચાર્ય) ભૂમિકાબેન બાલધા,સ્‍કુલના આચાર્યશ્રી જાની- સાહેબ ઉપર પર અભિનંદનની વર્ષા થઇ હતી. ગાયત્રી એજ્‍યુકેશન ગ્રુપના સમગ્ર સ્‍ટાફ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવા આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ કાર્યક્રમમાં રાજ્ય પુરસ્કાર જીત્યો | Achira News