Achira News Logo
Achira News

ગુજરાતનો સરકારી કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો

Western Times
ગુજરાતનો સરકારી કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો
Full News
Share:

(એજન્સી)જૂનાગઢ, ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયાની માંગણી કરી હતી. તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા આ કામ માટે રૂપિયા ૧,૬૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી અડધા રૂપિયા પહેલા આપવા માટે કહેવામાં આવ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતનો સરકારી કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો | Achira News