રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓને લઇને અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે 32 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8,586 અને માધ્યમિક શાળાઓમાં 856 મળીને કુલ 9,442 ઓરડાઓની ઘટ છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય દરમિયાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગને 31 જાન્યુઆરી સુધીમાં 5,479ની ગ્રાન્ટ ફાળવી હતી, આ પૈકી 569.51 કરોડની ગ્રાન્ટ વપરાયા વગર પડી રહી હતી. ઓરડાઓની ઘટની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળામાં બનાસકાઠા જિલ્લામાં સૌથી વધારે 1,140 ઓરડાની ઘટ, છોટાઉદેપુરમાં 577 ઓરડાની ઘટ, પંચમહાલમાં 569, કચ્છમાં 553 અને ખેડામાં 524 ઓરડાની ઘટ મળીને 32 જિલ્લામાં કુલ 8,586 ઓરડાની ઘટ પડી છે. જયારે સરકારી માધ્યમિક શાળાઓમાં સૌથી વધારે મોરબીમાં 127, ભાવનગરમાં 108, કચ્છમાં 72, બનાસકાંઠામાં 62 અને અમદાવાદમાં 60 ઓરડાની ઘટ છે. શિક્ષણ વિભાગ ઓરડાઓની ઘટ પુરી કરવા ઓરડા બાંધવા માટે દર વર્ષે આયોજન કરાય છે. RTEની ફી પેટે શાળાઓને દર વર્ષે 400 કરોડથી વધારે રકમ ચુકવાઈ, ચાલું વર્ષમાં 185 કરોડ અપાયાસરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવતા દરેક વિદ્યાર્થીઓની ફી શાળાઓને ચુકવાય છે. વર્ષ 2023-24માં આરટીઇ પેટે શાળાઓને 422.52 કરોડ, વર્ષ 2024-25માં શાળાઓને રીમ્બર્સમેન્ટ પેટે રૂ. 465.90 કરોડ તેમજ 2025-26 દરમિયાન નાણાંકીય વર્ષ પુરુ થવાનું બાકી હોવાથી 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ 185 કરોડ ચુકવાયા હતા. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ અભિયાન હાથ ધરતા 38 હજાર ઓરડાની ઘટ 9,442એ પહોંચીરાજયમાં 2025 દરમિયાન 38 સરકારી શાળાઓમાં 38 હજાર ઓરડાઓની ઘટ હતી. જયારે 10 હજાર ઓરડાઓ એવી જર્જરિત હાલતમાં હતા કે તેનો ઉપયોગ થઇ શકે તેમ ન હતો. ઉપરાંત એક જ ઓરડામાં શાળાઓ ચાલતી હોય તેવી શાળાની સંખ્યા 341 હતી. એકંદરે ઓરડાઓ બાંધવા માટે રાજ્ય સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ અભિયાન હાથ ધર્યુ હોવાથી ઓરડાઓ બાંધવામાં ઝડપી કામગીરી થાય છે.
ગુજરાતની સરકારી શાળાઓમાં વર્ગખંડોની ભારે અછત
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.