ગુજરાતના આકાશમાં અચાનક પલટો આવ્યો હતો. ભરઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. મેઘરાજાએ જાણે આકાશમાંથી હવાઈ હુમલા કર્યા હોય તેમ કરાં સાથે વરસાદ પડ્યો. સરહદ પર ચાલતા યુદ્ધના દ્રશ્યો જોઈને કુદરતને પણ સુરાતન ચઢયું હોય તેવું લાગે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભયાનક આંધી અને તોફાની પવન ફૂંકાયો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં કુદરતનો અણધાર્યો પ્રકોપ જોવા મળ્યો. રાજકોટ શહેર સ્માર્ટ સિટીના મોટા દાવાઓ કરે છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ આ તમામ પોકળ દાવાઓ પાણીમાં તણાઈ ગયા. જેવું આકાશમાંથી પાણી વરસ્યું,રાજકોટ‘પાણીપાણી'થઈ ગયું. ગટર લાઈનો ઉભરાઈ અને મુખ્ય રસ્તાઓ નદી બની ગયા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થયો. તંત્રનું કહેવાતું‘સુશાસન'કાદવ અને ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયું. શહેરના પヘમિથી પૂર્વ સુધી માત્ર વહીવટી અવ્યવસ્થા જ જોવા મળી. વરસાદ પડતાની સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. કલાકો સુધી લોકો અંધારામાં રહયા. રસ્તાઓ પર ઠેર-ઠેર કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. કચરાના ગંજ જામ્યા છે,જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. કમોસમી વરસાદ પછી હવે રોગચાળાનું તાંડવ ખેલાય તેવી પૂરી ભીતિ છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે. સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે,જ્યારે વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો તાલ સર્જાયો છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વિકાસના ગુલાબી સપના બતાવે છે. ફ્લાયઓવર અને સિક્સલેન રસ્તાઓના વાયદાઓનો વરસાદ થાય છે. પરંતુ જ્યારે જનતાને ખરેખર પાયાની સુવિધાની જરૂર હોય છે,ત્યારે નેતાઓ કયાંય દેખાતા નથી. સામાન્ય વરસાદમાં જો રસ્તા ધોવાઈ જતા હોય અને ગટરો ઉભરાતી હોય,તો તેને સુશાસન કેવી રીતે કહેવાય?
ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારે વરસાદ અને ભારે પવનની ઝપેટમાં, રાજકોટ શહેર જળબંબાકાર
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.