Achira News Logo
Achira News

ગુજરાતના સાવરકુંડલા ખાતે ભારે પવન અને ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું

Akila News
ગુજરાતના સાવરકુંડલા ખાતે ભારે પવન અને ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું
Full News
Share:

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૦: સાવરકુંડલા ખાતે એકાએક વાવાઝોડા રૂપી પવન સાથે વીજળી ના કડાકા ભડાકા અને ભારે વરસાદ વરસતા ખેડૂતો ના ઊભા પાક ને વ્‍યાપક નુકશાન થવા પામેલ હતું વાવાઝોડા રૂપી પવન ફૂંકાયો હતી છાપરાના પતરા ઝાડા પડી ગયા ઝાડની ડાળખીઓ વિગેરે આ ભારે પવનના કારણે ઊડી ગયેલ અને ચોમાસા માં વરસાદ ન વરસે એ રીતે સૂપડા ની ધારે વરસાદ વરસ્‍યો હતો આ કમોસમી વરસાદ થવા થી ખેડૂતોને ચણા ઘઉં સહિતના પાકને વ્‍યાપક નુકશાન થવા પામેલ હતું ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતો વ્‍યાપક ચિંતાતુર બન્‍યા છે હજુ આ ની પહેલા નું કમોસમી વરસાદ અને વાવાઝોડા ના બનાવ ની ખેડૂતો ને કળ નથી ઉતરી ત્‍યાં ફરી પાક માં નુકશાન ઉનાળા પાક માં નુકશાન એટલે સીજને સીઝન ના પાક ને નુકશાન ખેડૂતોને સહન કરવું પડે તેવું સ્‍થિતિનું નિર્માણ થયું છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતના સાવરકુંડલા ખાતે ભારે પવન અને ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું | Achira News