અમદાવાદ :ભારતमौसमવિજ્ઞાન વિભાગ,અમદાવાદ દ્વારા તારીખ ૦૫.૦૫.૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ હવામાન બુલેટિન અનુસાર,ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે,જ્યારે દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહ્યું હતું. રાજ્યના તાપમાનમાં પણ મોટા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે,જેમાં રાજકોટ ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. વરસાદ અને ગાજવીજની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,૦૫ મે થી ૦૬ મેના સવાર સુધી ગુજરાત પ્રદેશના અરવલ્લી,પંચમહાલ,દાહોદ,મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. મેઘગર્જનાની ચેતવણી સાથે જણાવવામાં આવ્યું છે કે,આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે,૬ મે બાદ આગામી ૧૨ મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓ,દીવ,દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. તાપમાન અને ગરમ-ભેજવાળી હવાની અસર
ગુજરાતમાં તાપમાનમાં વધઘટ સાથે 7 દિવસનો વરસાદ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.