સમગ્ર ગુજરાતમાં ગઈકાલે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વાવાઝોડુ ફૂંકાયું હતું અને કરા પણ પડ્યા હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે ઉનાળુ, બાગાયતી સહિત તમાકુના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આણંદ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યાં છે. ચરોતરમાં ખેડૂતો મોટા ભાગે તમાકુનો પાક વાવતા હોય છે અને અત્યારે ખેડૂતોએ પાક તૈયાર થતા કાપણી કરીને તમાકુને ખેતરમાં સુકવવા મુકી હતી. ત્યારે જ મોડી સાંજનાં સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડુ ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાનાં કારણે તમાકુના પાન પરથી કસ ધોવાઈ ગયો છે. તમાકુ હવે કાળી પડીને ભુકો થઈ જશે. જેથી પલળી ગયેલી તમાકુનો કોઈ ભાવ મળશે નહીં. જેનાં કારણે ખેડૂતોએ તમાકુનાં પાક પાછળ વિઘા દીઠ કરેલો 40 હજારનો ખર્ચ પણ માથે પડયો છે. બોરસદના કાવિઠા ગામની સીમમાં અંદાજે એક હજાર વિઘામાં ખેડૂતોએ તમાકુનો પાક કર્યો હતો. પાક તૈયાર થતા તમાકુ કાપી ખેતરમાં સુકવવા મુકી હતી.તમાકુ સુકાય એટલે તેનાં પુડીયા બાંધી બજારમાં વેચવાનાં હતા. ખેડુતોએ વીઘા દીઠ 40 હજારનો ખર્ચ અને છેલ્લા આઠ માસની મહેનત કર્યા બાદ તમાકુનો પાક તૈયાર થતા ખેડૂતોને તમાકુનાં વેચાણમાંથી સારા પૈસા મળશે અને આવકમાંથી પરિવારનાં સારા પ્રસંગો પાર પડી જશે તેવી આશા હતી. પરંતુ ગઈકાલે સાંજે થયેલા માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડૂતોના સપના પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જેથી આવનારી સીઝનમાં નવો પાક કરવા માટે તેઓને યોગ્ય મદદ મળી રહે.આ પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે રાજ્યમાં ગરમી વચ્ચે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે. ફરી ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. બુધવાર રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવન ફુંકાવી હતો.આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ
ગુજરાતમાં તમાકુના પાકને નુકસાનઃ ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.