Achira News Logo
Achira News

ગુજરાતમાં ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ

Akila News
ગુજરાતમાં ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ
Full News
Share:

અમદાવાદઃ તા.૫: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્‍યના કેટલાક વિસ્‍તારના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. રાજ્‍યમાં ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્‍યો હતો. સવારના પહોરમાં જ ૧ ઇંચ સુધી વરસાદ ખાબક્‍યો હતો. સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના આંકડા પ્રમાણે, સવારે ૬ થી ૮ કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં ૦.૭૯ ઇંચ, સુખસરમાં ૦.૪૭ ઇંચ તથા સંતરામપુરમાં ૦.૩૯ ઇંચ વરસાદ પડ્‍યો હતો. મહેસાણાના ખેરાલુ અને અરવલ્‍લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતાં. આકાશમાં વાદળો ઘેરાતાં ખેડૂતોમાં ચિતા પ્રસરી છે. દાહોદ જિલ્‍લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્‍તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્‍યાના અહેવાલ છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની શક્‍યતા છે. સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ઉનાળાની મધ્‍યમાં વરસાદ પડતા સ્‍થાનિકોએ આヘર્ય અનુભવ્‍યું હતું. જોકે, આ કમોસમી વરસાદ અને પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટાં પડ્‍યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ | Achira News