કલોલ તાલુકા પોલીસે સઈજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ઇક્કો ગાડીને આંતરીને તપાસ કરતા તેમાંથી પરમિટ વગરનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહેસાણાના 2 શખ્સોની ધરપકડ કરી ગાડી સહિત કુલ 3,04,544 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ 3 મેના રોજ સઈજ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ તરફ જતી એક ગાડી માં નશાકારક પીણાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સઈજ ગુરુકુલ કટ પાસે વોચ ગોઠવી હતી. પંચોની હાજરીમાં શંકાસ્પદ ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી બે શખ્સો મળી આવ્યા હતા. પૂછપરછમાં ચાલકે પોતાનું નામ રાહુલ લાલાજી ઠાકોર અને બાજુમાં બેઠેલા શખ્સે વૈભવ કનુજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બંને વડોસણ, મહેસાણાના રહેવાસી છે. ગાડીની પાછળના ભાગે તપાસ કરતા ખાખી પૂંઠાના બોક્સમાંથી વોડકા અને બીયરની બોટલો મળી આવી હતી. તપાસમાં વોડકાના 288 ક્વાર્ટર અને બીયરના 72 ટીન મળી કુલ 360 નંગ જથ્થો મળ્યો હતો. આ જથ્થાની કિંમત 1,04,544 રૂપિયા અને 2,00,000 રૂપિયાની ગાડી મળી કુલ 3,04,544 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
ગુજરાતમાં પોલીસે વિદેશી દારૂ અને ₹ 3,04,544 ની બીયર જપ્ત કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.