Achira News Logo
Achira News

ગુજરાતમાં ફરજ પર રહેલા બસ ડ્રાઈવર પર ચાર લોકોએ હુમલો કર્યો

Divya Bhaskar
ગુજરાતમાં ફરજ પર રહેલા બસ ડ્રાઈવર પર ચાર લોકોએ હુમલો કર્યો
Full News
Share:

વઢવાણ પાસે ગઢડા-કચ્છ રૂટની એસટી બસના ડ્રાઈવર પર ચાર શખસોએ હુમલો કરી તેમની સરકારી ફરજમાં રૂકાવટ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નવા દરવાજા બહાર મેઈન રોડ પર રસ્તો રોકીને ઉભેલી કારને હોર્ન મારતા ઉશ્કેરાયેલા શખસોએ ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી તેની વર્ ગઢડા ડેપોના ડ્રાઈવર પંકજભાઈ સાગઠીયા પોતાની બસ લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા. રાત્રિના સમયે વઢવાણ નવા દરવાજા મુખ્ય રોડ પર પંકજ પારઘીએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી હતી. આથી એસટી બસના ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. આ વાતનો ખાર રાખી કારચાલક અને અન્ય શખસોએ બસ ઉભી રખાવી ડ્રાઈવરને ગાળો આપી હતી. શખસોએ બસની કેબિનમાં ઘૂસી ડ્રાઈવર પંકજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ઝપાઝપી દરમિયાન તેમનો સરકારી યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો .

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં ફરજ પર રહેલા બસ ડ્રાઈવર પર ચાર લોકોએ હુમલો કર્યો | Achira News