Achira News Logo
Achira News

ગુજરાતમાં ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની રચના કરી

Divya Bhaskar
ગુજરાતમાં ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની રચના કરી
Full News
Share:

ચૂંટણી હવે નજીક આવી રહી છે અને હોદ્દાઓ અપાઈ ગયા છે. જેમાં ભાજપે આ વખતે નવા નવા હોદ્દાઓ આપીને જૂના જોગીઓને તેમાં સમાવી ટિકિટ વહેંચણીની વ્યવસ્થામાંથી આડકતરી રીતે બાકાત કરી નાખવાનો દાવ રમ્યો છે. એક પ્રકારે તેમને નવરા પણ રાખવાના નથી અને બીજી પ્રકારે તેમન ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થા સંચાલન સમિતિની રચના કરી છે. જેમાં પ્રદેશ કક્ષાએ ગોરધન ઝડફિયા સંયોજક છે. સૌરાષ્ટ્રમાં ઉદય કાનગડ અને બાબુ બોખીરિયાને જવાબદારી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લો બાબુ બોખીરિયાને સંભાળવાનો છે. રાજકોટ શહેરમાં પૂર્વ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાને સંયોજક બનાવ્યા છે અને ત્રણેય વિધાનસભા વિસ્તારમાં ત્રણ સહસંયોજક તરીકે પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયા છે. આ તમામનું કાર્ય ચૂંટણીને લગતું તમામ કામ એટલે કે ફોર્મ ભરવા, રેલીઓ કરવી, મંજૂરીઓ લેવી, ચૂંટણી સભાનું આયોજન, સરઘસ કાઢવું વગેરે સહિતની હશે. જોકે શહેર પ્રમુખ સાથે જ તેમણે સંકલન કરવાનું છે. આ નવી સંયોજકની જે કેડર છે તેમને હોદ્દો મળી ગયો છે, પણ કામ ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ શરૂ થશે. એટલે કે કોને ટિકિટ આપવી તે માટેની પાર્લામેન્ટરી બોર્ડ કે પછી સંગઠનના માળખામાં ક્યાંય અપેક્ષિત નથી. આ રીતે ટિકિટની માગણીઓની ટકટકમાંથી હોદ્દો આપીને જૂના જોગીઓને કામે લગાડી દેવાયા છે. મકવાણાએ ખુલાસો ન કર્યો કહ્યું કે, પાર્ટી જે નિર્ણય કરે તે મંજૂર!શહેરમાં ગેરકાયદે બાંધકામોને શોધીને કોર્પોરેશનમાં ફરિયાદ કરી બાદમાં મકાનમાલિક પાસેથી તોડ કરવાના કાંડમાં અનિલ મકવાણાનું નામ ખુલ્યું છે. શહેર ભાજપ પ્રમુખે 3 દિવસમાં ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી હતી. આમ છતા અનિલે કોઇ ખુલાસો કર્યો ન હતો. સમય વીતી ગયા બાદ તેણે ભાજપ કાર્યાલયે ફક્ત એક કાગળમાં એટલું લખીને મોકલ્યું છે કે પાર્ટી જે કઇ પણ નિર્ણય કરે તે મંજૂર રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની રચના કરી | Achira News