Achira News Logo
Achira News

ગુજરાતમાં ભાજપની જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી

Western Times
ગુજરાતમાં ભાજપની જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
Full News
Share:

ગુજરાતમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્‌યાઃ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા ગાંધીનગર, પશ્ચિમ બંગાળમાં મતગણતરી હજુ ચાલુ છે પણ અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો દ્વારા ઝાલમૂડી ખાઈને કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની મજબૂત લીડ સામે આવતા ગુજરાતમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’થી લઈને સુરતના રસ્તાઓ સુધી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનોખી રીતે ઝાલમુરી બનાવીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં નારા, ફટાકડા અને મીઠાઈ સાથે કાર્યકરો આ જીતને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી હોવાના સંકેતો મળતા જ ગુજરાતમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી બનાવીને અનોખી રીતે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલમુડી બનાવવા માટે ખાસ કારીગરો સામગ્રી સાથે કમલમ પર પહોંચ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમને ખાસ બનાવે છે. બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાનગી દ્વારા જીતનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન ઝાલમુડી ખાધી હતી. જેના કારણે આ વાનગી ખાસ ચર્ચામાં આવી હતી. હવે જીતના અવસરે એ જ ઝાલમુડી બનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યકરો માટે ગૌરવ અને આનંદનો વિષય બની છે. કમલમ ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને બધા જ જીતના ઉત્સાહમાં ગરકાવ થઈ ગયા હતા. આ રીતે સ્થાનિક સંસ્કૃતિને જોડીને ઉજવણી કરવાનું દ્રશ્ય સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં ભાજપની જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી | Achira News