Achira News Logo
Achira News

ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ, એકનું મોત અને પાકને નુકસાન

Divya Bhaskar
ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ, એકનું મોત અને પાકને નુકસાન
Full News
Share:

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ, એકનું મોત અને પાકને નુકસાન | Achira News