ગોંડલ :.. ગોંડલમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનના સુસવાડા ફૂંકાતા‘મીની વાવાઝોડા' જેવો માહોલ સર્જાયો હતો. ગોંડલ પંથકમાં માવઠાની ભારે અસર અને કમોસમી વરસાદથી ગોંડલ નવા યાર્ડમાં પાકને નુકસાન અને મરચા ના લે-વેચ કરનારના મંડપો ધરાશાયી થયા હતાં. ભર ઉનાળે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા પવનના સુસવાટા અને કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ - રાજકોટ હાઇવે પર ભારે પવન સાથે વરસાદ - અંધારપટ છવાયો હોય તેમ વાહનોએ હેડલાઇટ ચાલુ કરવી પડી હતી. જયારે હોર્ડિગ્સ પણ હાઇવે પર ઉડયા હતાં. ગોંડલ શહેરમાં પવન ફુંકાતા બસ સ્ટેન્ડના વર્કશોપના સર્વિસ સ્ટેશન પર વૃક્ષ ધરાશાયી થયેલ હતું. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)
ગોંડાલમાં મિની-સ્ટોર્મ ત્રાટક્યું, પાકને નુકસાન પહોંચાડ્યું અને વિક્ષેપ પાડ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.