Achira News Logo
Achira News

ગાંધીનગર જિલ્લા આયોજન બોર્ડે 2026-27 માટે ₹9.50 કરોડની વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી

Divya Bhaskar
ગાંધીનગર જિલ્લા આયોજન બોર્ડે 2026-27 માટે ₹9.50 કરોડની વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી
Full News
Share:

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું તેમજ તેને મંજૂરી અપાઈ હતી. આગામી વર્ષ માટે 9.50 કરોડના ખર્ચના 371 કામોને મંજૂ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના તમામ અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાય નહીં તે માટે તાકીદ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા સહયોગ સાધવા જણાવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 15 % વિવેકાધીન તાલુકા કક્ષાની 721 લાખ, 15% ખાસ અંગભૂત હેઠળ 79 લાખ તથા નગરપાલિકા કક્ષાની 150 લાખ ગ્રાન્ટ અંતર્ગત કુલ 950 લાખના કુલ 371 કામમાંથી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠા, ગંદા વસવાટોની સુધારણા, વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, પોષણ વગેરે વિભાગ અંતર્ગતના કુલ 363 વિકાસ કાર્યો માટે 934.23 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગાંધીનગર જિલ્લા આયોજન બોર્ડે 2026-27 માટે ₹9.50 કરોડની વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી | Achira News