ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય વીવીઆઇપી મહાનુભાવોના કાફલામાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી અને રેસ્ક્યુ સુવિધા સાથેના બે અદ્યતન કોન્વોય વાહનો ખરીદવામાં આવશે. આ બંને વાહનો ફ આ કન્વોય વાહનોમાં આધુનિક ટેક્નોલોજી સાથે વિવિધ પ્રકારના રેસ્ક્યુ અને ફાયરફાઇટિંગ સાધનો મૂકવામાં આવશે. ખાસ કરીને તેમાં હાઇડ્રોલિક કટર અને કોમ્બી ટૂલ્સ રહેશે, જે વાહન અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટલ કાપવા, ફેલાવવા અને લિફ્ટિંગ માટે ઉપયોગી બનશે. વાહનમાં પોર્ટેબલ CAFS (Compressed Air Foam System) પણ આપવામાં આવશે, જે શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે ખૂબ અસરકારક રહેશે અને ઓછા સમયમાં ફોમ છાંટીને આગને નિયંત્રિત કરી શકશે. તે ઉપરાંત, પેટ્રોલ ઓપરેટેડ ચેઇન સો અને ડાયમંડ ચેઇન સો જેવી સાધનો રાખવામાં આવશે, જે ઝાડ, કોંક્રિટ અથવા અન્ય અવરોધોને કાપવા માટે ઉપયોગી બનશે. વાહનમાં મલ્ટી-ફંક્શનલ હૂક સિસ્ટમ રહેશે, જેમાં ફાયર એક્સ, હેમર, શોવલ, સો અને અન્ય ટૂલ્સ એક જ કિટમાં ઉપલબ્ધ રહેશે, જેથી આપત્તિ સ્થળે તરત જ વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય. સાથે જ, 2 ટન ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રિક વિન્ચ પણ ફિટ કરવામાં આવશે, જે ભારે વસ્તુઓ ખેંચવા અથવા અકસ્માતમાં ફસાયેલા વાહનોને હટાવવા માટે ઉપયોગી રહેશે. વીવીઆઇપી રૂટમાં કોન્વોયના વાહનોનો આંતરિક અકસ્માત, રૂટ પર અન્ય વાહનોનો અકસ્માત કે આગ જેવા બનાવ બને ત્યારે આ કન્વોય વાહનોનો મુખ્ય ઉપયોગ રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે થઇ શકશે.
ગાંધીનગર વી. વી. આઈ. પી. ગણમાન્ય વ્યક્તિઓ માટે અદ્યતન કોન્વોય વાહનો હસ્તગત કરશે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.