સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્તનાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા મંજૂરી વગરના બાંધકામો ઝડપવા AIનો ઉપયોગરાજ્યના પાટનગરમાં હવે મિલકત વેરો બચાવવા માટે વધારાનું બાંધકામ છુપાવવું મિલકતધારકો માટે મુશ્કેલ બનશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 'સ્માર્ટ ગવર્નન્સ' તરફ મોટું કદમ ઉઠાવતા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને હાઈટેક ડ્રોન દ્વારા મિલકત સર્વે કરવાની દિશામાં આયોજન કર્યું છે. આ નવી સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો કરશે. ડ્રોનની મદદથી મિલકતોનો સર્વે કરી કાર્યવાહી કરાશેઆ અંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સૂત્રોએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, શહેરમાં અનેક મિલકતો એવી છે જ્યાં મંજૂરી કરતા વધુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે અથવા તો રહેણાંકના હેતુ વાળી મિલકતનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થઈ રહ્યો છે. કોર્પોરેશનની ટીમ માટે દરેક ગલી અને મકાનનો સચોટ સર્વે કરવો સમય માંગી લે તેવું અને ભૂલભરેલું હોઈ શકે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે AI અને ડ્રોન ટેક્નોલોજી વડે'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરવાનું આયોજન છે. વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, મિલ્કતોના સર્વે માટે હાઈ-રિઝોલ્યુશન મેપિંગ થશે .સૌથી પહેલા ડ્રોન દ્વારા સમગ્ર શહેરનું 3D મેપિંગ કરવામાં આવશે. બાદમાં ડેટા ફ્યુઝન એટલે કે AI સિસ્ટમ પાસે કોર્પોરેશનના જૂના ટેક્સ રેકોર્ડ અને મંજૂર થયેલા પ્લાનનો ડેટા પહેલેથી જ હશે. જ્યારે ડ્રોન જેતે મિલકતનો નવો ફોટો વિડિઓ લેશે ત્યારે AI સેકન્ડોના ભાગમાં જૂના રેકોર્ડ અને નવા ફોટાની સરખામણી કરશે. જો કોઈએ મિલકતધારક ધ્વારા ધાબા પર પતરાનો શેડ નાખ્યો હશે, વધારાનો રૂમ બનાવ્યો હશે કે બાલ્કની પેક કરી હશે તો AI તરત જ તે ભાગને લાલ રંગથી માર્ક કરી દેશે. આ સિસ્ટમ એટલી સચોટ હશે કે ક્ષેત્રફળમાં થોડો પણ વધારો હશે તો તે પકડાઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ટેક્સની વસૂલાત જ નહીં પરંતુ ટાઉન પ્લાનિંગના નિયમોનું પાલન પણ કરાવવામાં આવશે. જો કોઈ મિલકતધારકે FSI કરતા વધુ બાંધકામ કર્યું હશે અથવા માળની સંખ્યામાં વધારો કર્યો હશે તો તેની વિગતો સીધી જ કોર્પોરેશનના સર્વર પર ફ્લેશ થશે. આનાથી વ્હાલા દવલાની રાજકીય ભલામણોની શક્યતાઓ પણ ઘટશે કારણ કે ડેટામાં છેડછાડ કરવી મુશ્કેલ બનશે. કેમકે બધો ડેટા ઓનસ્ક્રીન જ પુરાવા સાથે જોવા મળશે. ગાંધીનગર મનપાની હદમાં વધારો થતા ટેક્સની આવકમાં વધારોમહત્વનુ છેકે,ગાંધીનગર મહાનગરપાલિકા ની હદ વધતા 11,966 નવી મિલકતોની આકારણી થકી કોર્પોરેશનની આવકમાં રૂ. 7.05 કરોડનો ફાયદો થયો છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, રહેણાંક અને બિન-રહેણાંક બંને પ્રકારની મિલકતોમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને રહેણાંક મિલકતોમાં 10,151 નો વધારો નોંધાયો છે, જે ગત વર્ષના 1,66,890 થી વધીને ચાલુ વર્ષે 1,77,044 પર પહોંચી છે. જે રહેણાંક શ્રેણીમાં 6.08% ની વૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે કોમર્શિયલ અને અન્ય બિન-રહેણાંક મિલકતોમાં પણ 1,815 નો વધારો થયો છે. આ મિલકતો 33,487 થી વધીને 35,302 થઈ છે, જેમાં 5.42% નો વધારો જોવા મળ્યો છે. આમ, ગત નાણાકીય વર્ષ 2024-25 ની સરખામણીએ કુલ મિલકતોની સંખ્યા 2,00,377 થી વધીને 2,12,343 થઈ છે. મિલકતોની આ નવી આકારણી પ્રક્રિયાને પરિણામે મહાનગરપાલિકાના મિલકતવેરાના માંગણામાં પણ સીધો ફાયદો થયો છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકતવેરાનું કુલ માંગણું વધીને રૂ. 85,09,34,583 પર પહોંચ્યું છે. આ સમગ્ર આકારણી પ્રક્રિયાને લીધે કોર્પોરેશનની આવકમાં અંદાજિત રૂ. 7,05,12,024 નો વધારો થયો છે, જે શહેરના વિકાસ કાર્યોને વધુ વેગવંતુ બનાવશે. તંત્ર દ્વારા હાલ સુધીમાં રૂ. 64,05,91,747 ની વસુલાત પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
ગાંધીનગરની સ્માર્ટ સિટી પહેલઃ આવક વધારવા માટે AI-સંચાલિત સંપત્તિ સર્વેક્ષણ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.