ગોધરાની મુસ્લીમ એ સોસાયટીમાં કલરના વેપારીના મકાન અને દુકાનમાંથી ડબલ બેરલની બે બંદુકો સાથે એરગન અને છરાનો જથ્થો સાથે એકને પકડી પાડયો છે. પોલીસે ચોરી કરેલા બે બંદુકો સાથે 6 એરગન અને ચાર જીવતા કારતુસ મળી આવતા ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવ્યુ હતુ . જોકે કયા કારણોસર હથીયારોનો જથ્થો રાખવામાં આવતો હતો ? શુ વેચાણ કરતો હતો ? કે નહિં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોધરાના વચલા ઓઢા વિસ્તારની મુસ્લીમ એ સોસાયટીમાં અને કલરની દુકાન ચલાવતો અહેમદ હુસેન યુસુફ મોહનના મકાનમાં ગેરકાયદે હથિયારનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમી એસઓજી પોસઇ બી.કે.ગોહિલને મળી હતી. જેના પગલે બી ડીવીઝન પોલીસને સાથે રાખી મકાન પર દરોડો પાડ્યો હતો. અને ઘરમાં તપાસ હાથ ધરતા ગોદડા નીચે સંતાડેલા અલગ અલગ પ્રકારના 5 હથિયાર મળી આવ્યા હતા. તેમાંથી ચોરી કરેલી ડબલ બેરલ એક બંદુક સાથે 4 એરગન અને છરાની ડબ્બી હતી.પોલીસે પકડેલા અહમેદ હુસેન મીઠાની પુછપરછ કરતા તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી તેના મિત્ર રહીશ હુસેન મીઠા પાસેથી બે બંદુકો આજથી 10 મહિના પહેલા લીધી હતી. અને બીજા તેની હથીયાર દુકાનમાં ગેરકાયદે રીતે સંતાડી રાખ્યા હોવાનુ જણાવ્યું હતું. પોલીસે સીમલી ગેરેજ વિસ્તારમાં અહેમદ હુસેન મીઠાની કલરની દુકાનમાં તપાસ કરતા 3 હથીયાર, એરગનમાં ભરવાના 2 છરાઓની ડબી , 11 ખાલી કેસીસ તથા 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ગેરકાયદે રીતે છુપાવી રાખેલા 1.33 લાખના હથિયાર સહીતનો મુદ્દામાલ કબજે કરીને શહેર બી ડીવીઝન પોલીસ મથકે બે સામે ગુનો નોંધાયો હતો.પોલીસે ચોરી કરેલી બે ડબલ બેરલ બંદુકો અને 4 જીવતા કારતુસો અહેમદ મીઠા અને રહીશ મીઠાએ ચોરી કરી હતી. આ હથિયારથી ગેરકાયદે અન્ય પ્રવૃતિઓ થઇ છે કે નહિ તેની તપાસ પોલીસ કરી રહી છે. ફરાર રહીશ સામે 2 આર્મ્સ ગુના નોંધાયેલા છેપોલીસની તપાસમાં ડબલ બેરલ બંદુકો નંગ-2, જીવતા કારતુસ નંગ-4,ખાલી કારતુસ નંગ-11,એરગન નંગ-6,છર્રા ભરેલ ડબ્બા નંગ-6,બંદુક મુકવાના કવર નંગ-7 મળી આવ્યા હતા.ફરાર રહીશ હુસેન મીઠા વિરુધ્ધ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં સાબરમતી ટ્રેન હત્યાકાંડની ફરીયાદમાં નામ હતું.બાદમાં નિર્દોષ છુટયો હતો. ત્યારે બાદ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં ધી આર્મ્સ એકટ કલમ 25(1-બી)(એ) અને ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં આર્મ્સ એકટ કલમ 25(1-બી)(એ),29 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો છે.
ગોધરા પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે વ્યક્તિની ધરપકડ કરી અને ચોરીની વસ્તુઓ જપ્ત કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.