રાજકોટ તા. ૨૧: ગુનાખોરીમાં સામેલ શખ્સો સામે શરૂ કરાયેલી પાસાની ઝુંબેશ અંતર્ગત વધુ એક શખ્સ સામે આ શષા ઉગામાયું છે. આરટીઓ નજીક માલધારી સોસાયટી-૨માં બાપા સિતારામ ચોક પાણીના સમ્પ પાસે રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરતાં કિશન ઉર્ફે કિશો મગનભાઇ વાંજા કુંડલાવાળા ઉર્ફે પાંભણીયા (ઉ.વ.૨૭)ને પાસા તળે જામનગર જેલ હવાલે કરાયો છે. આ શખ્સ સાગ્રીતો સાથે મળી રિક્ષાગેંગ બનાવી મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ-ફોન સેરવી લેવાના ગુનાઓમાં સામેલ હતો. કિશન ઉર્ફે કિશો અને સાગ્રીતો સાથે મળી મુસાફરોને રિક્ષામાં બેસાડતાં હતાં. બાદમાં સાગ્રીતો ઉલ્ટી ઉબકાનું કે ધક્કામુક્કીનું નાટક કરી મુસાફરની રોકડ કે બીજી કિમતી વસ્તુ સેરવી લઇ તેને ઉતારી મુકતાં હતાં. કિશન વિરૂધ્ધ આ પ્રકારના તેમજ દારૂ સહિતના કુલ ૧૧ ગુના રાજકોટ માલવીયાનગર, થોરાળા, બી-ડિવીઝન, મોરબી સીટી એ-ડિવીઝન, મોરબી તાલુકા, રાજકોટ તાલુકા, ભાવનગર બોરતળાવ પોલીસમાં નોંધાયા હતાં. જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીકની રાહબરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, હેડકોન્સ. રાહુલભાઇ, જયરાજસિંહ, ધારાભાઇ, કોન્સ. કલ્પેશભાઇ, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ દરખાસ્ત તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં વોરન્ટ બજવણી કરવામાં આવી હતી.
ગુનાખોરી સામેની ઝુંબેશના ભાગરૂપે રાજકોટમાંથી વધુ એક ગુનેગારની ધરપકડ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.