રાજકોટ તા. પ :.. ગોંડલના મોવિયા ગામની ખેતીની જમીનનો મુળ ખાતેદારોની જાણ બહાર બોગસ દસ્તાવેજ કરનાર ટોળકી પૈકીના ગોંડલના મહિલા વકીલ સહિત ૪ શખ્સોને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવીયા ગામે સર્વે નં. ૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની જમીન હે. આર. ચો. મી. ૧.૮૪ ના આરોપી ઉત્તમસિંહ રાઠોડ, ભાવનાબેન ચાવડા, તુષાર નરોતમદાસ દુદાણી, વિપુલગીરી ગોસ્વામી, અજાણ્યો વ્યકિત પુરૂષ તથા અજાણી મહિલાએ સાથે મળી મુળ માલીક કાન્તીભાઇ પાઠક તથા મધુબેન પાઠક બની રજીસ્ટાર રૂબરૂ ખોટી ઓળખ આપી. ખોટી સહીઓ કરી કિંમતી બનાવટી બોગસ વેચાણ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ થતતા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પીઆરઓ. એએસપી પ્રખર કુમાર તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી. હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સોર્સચી મદદથી સદરહુ ગુન્હાના આરોપી (૧) ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ ઉ.૩ર ધંધો વેપાર રહે. બી-ર૦૧, શ્રીજી દર્શન એપાર્ટમેન્ટ મનહર પ્લોટ શેરી નં. ૭, રાજકોટ મુળ ગામ કરશનગઢ તા. મેંદરડા જી. જુનાગઢ (ર) વિપુલગીરી ઉર્ફે ગીરીબાપુ ગણેશગીરી ગોસ્વામી (ઉ.વ.૪૬) ધંધો.વીડીયો શુટીંગ રહે.હાલ મોવીયાગામ તા.ગોંડલ. (૩) ભાવનાબેન ડો/ઓ ખીમજીભાઇ નથુભાઇ ચાવડા (ઉ.વ.૩૮) ધંધો. વકીલાત રહે.મુળ ગામ-દેરડી (કું.) રાજબાઇનગર તા.ગોંડલ હાલ રહે.ગોંડલ જેતપુર રોડ મારૂતીનગર જી.રાજકોટ તથા (૪) તુષાર નરોતમભાઇ દુદાણી (ઉ.વ.૪૫) ધંધો.વેપાર રહે.હાલ ગોંડલ વોરા કોટડા રોડ, આસોપાલવ સોસાયટી, મુળ રહે. મોવીયાગામની ધરપકડ કરી હતી. આ કોૈભાંડમાં સામેલ (૧) દિનેશ કનૈયાલાલ નિમાવત રહે.ધોરાજી કૈલાશનગર, પાવરહાઉસ પાસે, (ર) ગીતાબેન દીપકભાઇ કાપડી રહે.ગોંડલ કુંભારવાડા તા.ગોંડલ, (૩) નિશાંત રામભાઇ ભેટારીયા રહે.ઉપલેટા હાલ રહે. રાજકોટ ગુરૂપ્રસાદ ચોક રાધે એપાર્ટમેન્ટ તથા (૪) ગોવિંદરામ દોલતરામ કાપડી રહે.ગોંડલ કુંભારવાડા, ભૈરવ આશ્રમની શોધખોળ હાથધરાઇ છે. પકડાયેલ મહિલા વકીલ ભાવનાબેન સામે અગાઉ ત્રણ ગુન્હાઓ પોલીસમાં નોંધાયા છે. આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પ્રો.એએસપી પ્રખર કુમાર, પીએસઆઇ આર.આર. સોલંકી, એએસઆઇ વિરભદ્રસિંહ વાઘેલા, એએસઆઇ રવીરાજસિંહ સરવૈયા, એચસી જયદીપસિંહ રાણા, એચસી અજયસિંહ ઝાલા, એચસી છત્રપાલસિંહ ડીવાયએસપી ઓફીસ ગોંડલ, પીસી મુકેશભાઇ મકવાણા, પીસી રવિરાજસિંહ વાળા, પીસી જયદીપભાઇ ધાધલ, પીસી ભગીરથભાઇ વાળા તથા પીસી અરવિંદભાઇ સાપરા સહિતના સ્ટાફે કરી હતી
ગોન્ડલ પોલીસે નકલી કૃષિ જમીનના દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.