Achira News Logo
Achira News

ગિફ્ટ સિટીની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતે 20 વર્ષની કરવેરાની રજા આપી

Akila News
ગિફ્ટ સિટીની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતે 20 વર્ષની કરવેરાની રજા આપી
Full News
Share:

ગાંધીનગર,તા.૦૨: દેશની પ્રથમ સ્‍માર્ટ સિટી ગુજરાત ઈન્‍ટરનેશનલ ફાઈનાન્‍સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં ૨૦ વર્ષ માટે ટેક્‍સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્‍દ્રીય બજેટની જાહેરાતો અનુસાર,GIFTસિટીમાં સ્‍થપાયેલા એકમો હવે ૨૦ વર્ષના ટેક્‍સ હોલિડે (કર મુક્‍તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના ૧૦ વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્‍સ બિલમાં જણાવ્‍યા મુજબ, આ ટેક્‍સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર ૧૫% ના રાહત દરે ટેક્‍સ લાગશે. કેન્‍દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્‍યું હતું કે, ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સિયલ સર્વિસ સેન્‍ટરની સ્‍પર્ધાત્‍મકતા વધારવા માટે, સેક્‍શન ૧૪૭ હેઠળ કપાતનો સમયગાળો વધારીને ૨૫ વર્ષમાંથી ૨૦ સતત વર્ષો માટે અનેOBU(ઓફશોર બેંકિગ યુનિટ્‍સ) માટે ૨૦ સતત વર્ષો કરવાની દરખાસ્‍ત છે. કપાતનો સમયગાળો પૂરો થયા પછીIFSCના આ એકમોની વ્‍યવસાયિક આવક પર ૧૫% ના દરે ટેક્‍સ લેવામાં આવશે. તેની સરખામણીમાં, ભારતમાં અન્‍ય સ્‍થળોએ કાર્યરત વિદેશી કંપનીઓએ તેમની આવક પર અંદાજે ૩૫% ટેક્‍સ ચૂકવવો પડે છે. તેની સામેGIFTસિટીમાં માત્ર ૧૫% ટેક્‍સ એક મોટું આકર્ષણ બનશે. સરકારે ટ્રેઝરી સેન્‍ટર્સ માટે ડીમ્‍ડ ડિવિડન્‍ડ ની જોગવાઈઓને તર્કસંગત બનાવવાનો પ્રસ્‍તાવ પણ મૂક્‍યો છે. ગાંધીનગરમાં આવેલુંGIFTસિટી ભારતનું પ્રથમ‘ઓફશોર-સ્‍ટાઈલ' ફાઇનાન્‍શિયલ સેન્‍ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને આવકારતાGIFTસિટીના મેનેજિગ ડિરેક્‍ટર અને ગ્રુપCEOસંજય કૌલે જણાવ્‍યું હતું કે, આ બજેટ દેશના પ્રથમIFSCમાંથી વ્‍યવસાય કરતા એકમો માટે લાંબા ગાળાની ટેક્‍સ નિヘતિતા પ્રદાન કરે છે, જે ભારતની ઓફશોર નાણાકીય સ્‍પર્ધાત્‍મકતામાં વધારો કરશે. આ પગલાંGIFTસિટીને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક નાણાકીય ડેસ્‍ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે. ઉલ્‍લેખનીય છે કે ૨૦૨૬ની શરૂઆતમાં ગિફટ સિટીમાં ઈન્‍ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્‍થાપના કરવામાં આવી હતી. જે દેશમાં સ્‍થપાયેલું પ્રથમ ઇન્‍ડિયનAIરિસર્ચ ઓર્ગેનાઈઝેશન હતું. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પરIAIRO૧ જાન્‍યુઆરી ૨૦૨૬થી કાર્યરત થયું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગિફ્ટ સિટીની સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતે 20 વર્ષની કરવેરાની રજા આપી | Achira News