Achira News Logo
Achira News

ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ

Akila News
ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ
Full News
Share:

ગ્રીસ તા.૪: ગ્રીસના પૂર્વી એજિયન સમુદ્રમાં આવેલા ચિઓસ ટાપુ પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મધ્‍યરાત્રિના સમયે એક હાઈ-સ્‍પીડ બોટ અને ગ્રીક કોસ્‍ટ ગાર્ડના પેટ્રોલિગ જહાજ વચ્‍ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્‍માતે માનવતાવાદી સંકટની સાથે સાથે દરિયાઈ મુસાફરીમાં રહેલા જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. હાલમાં ઘટનાસ્‍થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રીક કોસ્‍ટ ગાર્ડ દ્વારા મંગળવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જોકે, રાહતની વાત એ છે કે ૨૪ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ અથડામણમાં બે કોસ્‍ટ ગાર્ડ અધિકારીઓ પણ ઈજાગ્રસ્‍ત થયા હોવાના અહેવાલ છે. બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્‍યા હજુ જાણી શકાઈ નથી, આ ઘટનામાં મોતની સંખ્‍યનો આંકડો વધાવની ભીતિ સેવાઈ રહી છે. સ્‍થાનિક મીડિયાના ફૂટેજમાં જોવા મળ્‍યું છે કે બચાવકર્મીઓ ધાબળામાં લપેટાયેલા લોકોને એમ્‍બ્‍યુલન્‍સ સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ચાર પેટ્રોલિગ જહાજો, એક હેલિકોપ્‍ટર અને ડાઇવર્સની ટીમ સતત શોધખોળ કરી રહી છે. કોસ્‍ટ ગાર્ડ દ્વારા હજુ સુધી અકસ્‍માત પાછળનું સચોટ કારણ કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગ્રીસ લાંબા સમયથી એશિયા અને આફ્રિકાના દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે યુરોપિયન યુનિયન (EU) માં પ્રવેશવાનું પ્રવેશદ્વાર રહ્યું છે. ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી પીડાતા લોકો વધુ સારી જિદગીની શોધમાં આ ખતરનાક દરિયાઈ માર્ગ પસંદ કરે છે. દરિયાઈ મોજાઓની તેજ ગતિ અને સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્‍માતો થતા રહે છે, જે આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિંતાનો વિષય બન્‍યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ | Achira News