બોટાદની ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 31જાન્યુઆરી, 2026ના રોજ સાંજે ૫ વાગ્યે વિજ્ઞાન મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ મેળામાં અનેક રચનાત્મક અને નવતર વિચારો સાથેના પ્રોજેક્ટ્ વિદ્યાર્થીઓએ સોલાર ઊર્જા આધારિત પ્રોજેક્ટ્સ, હાઇડ્રોલિક સિસ્ટમના મોડેલ્સ, વોટર મેનેજમેન્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ તેમજ ગણિત અને વિજ્ઞાનને સમજાવતી વિવિધ પ્રકારની શૈક્ષણિક રમતો તૈયાર કરી હતી. આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓએ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતા પ્રોજેક્ટ્સ પણ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં ઇન્ટરનેટનો સલામત ઉપયોગ, ઓનલાઇન છેતરપિંડીથી બચાવ અને ડેટા સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમને ખૂબ જ ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના ટ્રસ્ટીઓ અને સમર્પિત શિક્ષક ગણની ઉપસ્થિતિ તથા માર્ગદર્શનથી આ કાર્યક્રમ વધુ સફળ અને પ્રેરણાદાયી બન્યો હતો. વાલીઓએ શાળા દ્વારા લેવામાં આવેલી આ શૈક્ષણિક પહેલની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહ્યો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક તથા સામાજિક જાગૃતિનો અભિગમ વિકસાવવા માટે તે મહત્વપૂર્ણ સાબિત થયો.
ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલે નવીન પરિયોજનાઓ સાથે સફળ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.