ઉત્તર ગુજરાતના 260થી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા સરપંચોને આહ્વાન કર્યું હતું. ગ્રામ વિકાસને દેશના વિકાસનો પાયો ગણાવી તે ગાંધીનગર વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી ના 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગામડાં દેશના વિકાસનો પાયો છે. અને સરપંચોએ સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી જનશક્તિને જોડવી જરૂરી છે.તેમણે જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન ચાલે તેમ સ્પષ્ટ કર્યું અને સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. શંકર ચૌધરીએ ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામ સચિવાલયના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને ગામડાની વિકાસ યાત્રામાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેરહિતના કામોમાં બાંધછોડ નહીં ચાલે તે નિશ્ચિત કરવા, યુવાનોને જોડવા અને ટેક્નોલોજી દ્વારા સેવાઓ પહોંચાડવા જણાવ્યું હતું.અને સરપંચોને યોજનાઓનો લાભ ગામજનો સુધી પહોંચાડવાની જવાબદારી યાદ અપાવી.
ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમઃ પારદર્શક અને જવાબદાર શાસન માટે પંચોનું સશક્તિકરણ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.