Achira News Logo
Achira News

ગૌશાળાઓ અને પાંજરામાં ઉનાળામાં લાગતી આગને અટકાવવીઃ જામનગરના પશુપાલન વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી

Divya Bhaskar
ગૌશાળાઓ અને પાંજરામાં ઉનાળામાં લાગતી આગને અટકાવવીઃ જામનગરના પશુપાલન વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી
Full News
Share:

જામનગર પશુપાલન શાખા દ્વારા ઉનાળામાં વધુ તાપમાનના કારણે ગૌશાળા અને પાંજરાપોળોમાં આગ લાગવાના બનાવો ઘટાડવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, વીજળી અને વાયરિંગની સુરક્ષા, તમામ વીજળીના વાયર, સ્વીચ, મીટર અને ફ્યુઝની નિયમિત તપાસ કરવી અને જરૂર જણાયે સુધારો કરવો, ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટ ન થાય તે માટે MCB/ELCB અચૂક લગાવવા, ગરમીમાં વાયર ગરમ થઈને આગ ન લાગે તે માટે યોગ્ય ગેજના ગુણવત્તાયુક્ત વાયર જ વાપરવા, રાત્રે અથવા અનુપસ્થિતિમાં અનાવશ્યક વીજળીના સાધનો બંધ રાખવા. છાપરું સફેદ રંગનું અથવા રિફ્લેક્ટિવ મટીરિયલનું રાખવું જેથી ગરમી ઓછી શોષાય, પૂરતી વેન્ટિલેશન (હવાનો પ્રવાહ) રાખવો, બંને બાજુ ખુલ્લું રાખવું અથવા પંખાઓ લગાવવા, ખરાબ અથવા સુકા ઘાસ, પરાળ અને લાકડાને છાપરા/શેડથી દૂર સુરક્ષિત સ્થાને રાખવા. દરેક શેડમાં ફાયર એક્સટિંગ્વિશર , ડોલ, રેતી અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી, શક્ય હોય તો સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ લગાવવા, આગ લાગે તો તાત્કાલિક જાણ કરવા માટે ફાયર બ્રિગેડનો નંબર અને સ્થાનિક સંપર્ક સ્પષ્ટ રીતે લખી રાખવો. સુકા ઘાસ/પરાળને છૂટું-છૂટું અને ભેજવાળી જગ્યાએ રાખવું , ધૂમ્રપાન અને અન્ય અગ્નિસ્રોત સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવા, રસોડું/ચુલ્હા જો હોય તો તેને આગના સ્ત્રોતથી દૂર અને સુરક્ષિત રીતે વાપરવા, દરરોજ સવાર-સાંજ પેટ્રોલિંગ કરવું અને સંભવિત જોખમો તપાસવા. પશુઓને પૂરતો છાંયડો અને ઠંડુ પાણી સતત ઉપલબ્ધ રાખવું, ગરમીના સમયે (બપોરે 11 થી 4 વાગ્યા સુધી) પશુઓ પાસે વધુ કામ ન લેવું. શેડની અંદર સ્પ્રિંકલર/મિસ્ટર અને ફેન્સનો ઉપયોગ કરી ગરમી ઘટાડવી વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાના અથવા પશુચિકીત્સકનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગૌશાળાઓ અને પાંજરામાં ઉનાળામાં લાગતી આગને અટકાવવીઃ જામનગરના પશુપાલન વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી | Achira News