Achira News Logo
Achira News

ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે મોર્બી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ

Akila News
ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે મોર્બી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ
Full News
Share:

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 36 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા માન.કમિશ્નરશ્રી મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે મોર્બી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ | Achira News