Achira News Logo
Achira News

ચૈત્ર નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતમાં શરૂ, ભક્તો માતાજીની પૂજા કરે છે અને વિવિધ ઉપવાસ કરે છે

Akila News
ચૈત્ર નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતમાં શરૂ, ભક્તો માતાજીની પૂજા કરે છે અને વિવિધ ઉપવાસ કરે છે
Full News
Share:

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં અનેક પ્રકારના વ્રતો કરવાં એમ ધર્મશાષાો કહે છે. વર્ષના છેલ્લા દિવસે એટલે કે ફાગણની અમાસે ઉપવાસ કરીને ગુડી પડવાના દિવસે સૂર્યની પૂજા કરીને આરોગ્‍યવર્ધક‘‘આરોગ્‍યપ્રતિપદા વ્રત''કરાય છે. આમાં લીમડાનો રસ પીવાનો કે એનાં પાન ખાવાનો ભારે મહિમા છે. આ દિવસે સૌરશક્‍તિના સ્રેત સમા સૂર્યની પૂજા દ્વારા ઊર્જા-પ્રકાશ મેળવીને અને કડવા લીમડાનું સેવન કરીને શરીરને સુદઢ અને તંદુરસ્‍ત બનાવાય છે. ચૈત્ર સુદ આઠમ‘ભવાની અષ્ટમી', ‘દુર્ગાષ્ટમી'કે‘અશોકાષ્ટમી'કહેવાય છે. આ દિવસે માતા દુર્ગા દેવી ભવાની સ્‍વરૂપે પ્રગટ થયાં છે. આ દિવસે ભવાની માતાનાં દર્શન કરી,અશોક-ફૂલની કળીઓનું પાન કરવું એમ‘લિંગપુરાણ'કહે છે. રામનવમી એટલે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનો જન્‍મદિવસ. રાવણવળત્તિનો ત્‍યાગ કરીને રામવળત્તિ અપનાવાય તો જીવન સ્‍વર્ગ જેવું બની જાય,એવો સંદેશ રામચરિતમાંથી મળે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચૈત્ર નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતમાં શરૂ, ભક્તો માતાજીની પૂજા કરે છે અને વિવિધ ઉપવાસ કરે છે | Achira News