Achira News Logo
Achira News

ચીની સ્ટાર્ટઅપ દીપસીકે ઓછી કિંમતના AI મોડલના દાવા સાથે ટેક ઉદ્યોગને વેગ આપ્યો

Akila News
ચીની સ્ટાર્ટઅપ દીપસીકે ઓછી કિંમતના AI મોડલના દાવા સાથે ટેક ઉદ્યોગને વેગ આપ્યો
Full News
Share:

નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવું 'કોલ્ડ વોર' શરૂ થઈ ગયું છે. ચીની એઆઈ (AI) સ્ટાર્ટઅપ 'ડીપસીક' (DeepSeek) એ નવા વર્ષના પહેલા જ દિવસે એક એવો દાવો કર્યો છે જેણે અમેરિકાની જાયન્ટ કંપનીઓના હોશ ઉડાવી દીધા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે શક્તિશાળી એઆઈ મોડેલ બનાવવા માટે હજારો મોંઘી ચિપ્સ અને અબજો ડોલરની જરૂર પડે છે, પરંતુ ડીપસીકે "મેનિફોલ્ડ-કન્સ્ટ્રેઇન્ડ હાઇપર-કનેક્શન" નામના નવા તાલીમ કાર્યક્રમ દ્વારા આ ધારણાને ધ્વસ્ત કરી દીધી છે. આ જાહેરાતને કારણે ગૂગલ, મેટા અને ઓપન એઆઈ જેવી કંપનીઓના રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. આ ચીની કંપનીના એકાએક ઉદયને કારણે અમેરિકન શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. ખાસ કરીને એઆઈ ચિપ્સ બનાવતી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એનવીડિયા (Nvidia) ના બજાર મૂલ્યમાં અગાઉ $600 બિલિયનનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો અને હવે ફરીથી તેના શેર ઘટવાની અટકળો તેજ થઈ છે. ડીપસીકનો દાવો છે કે તેમણે અત્યંત ઓછી અને સામાન્ય ચિપ્સનો ઉપયોગ કરીને એવું મોડેલ તૈયાર કર્યું છે જે પ્રદર્શનમાં ચેટજીપીટી (ChatGPT) ની બરાબર છે. આનાથી એ સાબિત થાય છે કે એઆઈ રેસમાં જીતવા માટે માત્ર પૈસા કે પ્રોસેસર પાવર નહીં, પણ સ્માર્ટ અલ્ગોરિધમ વધુ મહત્વનું છે. સિલિકોન વેલીના નિષ્ણાતો આ આંચકાથી સ્તબ્ધ છે, કારણ કે એનવીડિયાએ અગાઉ દાવો કર્યો હતો કે ડીપસીકને તેના મોડેલ સુધારવા માટે વધુ ચિપ્સની જરૂર પડશે જ, પરંતુ ચીની કંપનીએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. જો આ ચીની મોડેલ વધુ સફળ રહેશે, તો અમેરિકાના એઆઈ માર્કેટ પરનું એકહથ્થુ શાસન જોખમમાં આવી શકે છે. નવા વર્ષની આ શરૂઆત અમેરિકન ટેક કંપનીઓ માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહી છે, કારણ કે હવે રોકાણકારો પણ વિચારી રહ્યા છે કે શું ખરેખર મોંઘી ચિપ્સ પાછળ આટલો ખર્ચ કરવાની જરૂર છે ખરી?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચીની સ્ટાર્ટઅપ દીપસીકે ઓછી કિંમતના AI મોડલના દાવા સાથે ટેક ઉદ્યોગને વેગ આપ્યો | Achira News