મુંબઇઃ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની 8 વિકેટથી હાર થઈ છે. પરંતુ તેની આ હાર દરમિયાન બેટ્સમેન તિલક વર્માને મોટું નુકસાન થયું છે. મેચ દરમિયાન તિલક વર્માની કરોડો રુપિયાની ઘડિયાળ તુટી ગઈ છે. સીએસકેના ખેલાડી જેમી ઓવર્ટનના કારણે તેની ઘડિયાળ તુટી છે. ઓવર્ટનનો તિલક વર્માની ઘડિયાળ તોડવાનો કોઈ ઈરાદો ન હતો. તેમણે આ જાણી જોઈને કર્યું નથી. આ બધું એક મેચ સાથે જોડાયેલી ઘટનામાં થયું છે.તિલક વર્માની જે ઘડિયાળ મેચ દરમિયાન તુટી તેની અંદાજે કિંમત 2.13 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન મુંબઈની 12મી ઓવર ઓવર્ટન નાંખી રહ્યો હતો. ઓવર્ટને આ ઓવરના છેલ્લા બોલ પર તિલક વર્માને કોઈ રન તો બનાવવા ન દીધો પરંતુ તેની કરોડો રુપિયાનું નુકસાન જરુર કર્યું છે. બોલ લાગવાથી તેની 2.13 કરોડ રુપિયાની ઘડિયાળ તુટી નીચે પડી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘડિયાળ તુટી જમીન પર પડે છે. ત્યારબાદ તિલક વર્મા ઘડિયાળ લે છે અને ડ્રેસિંગ રુમ તરફ ઈશારો કરે છે. મુંબઈ ઈન્ડિયન્સે સીએસકે વિરુદ્ધ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 7 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. જેમાં તિલક વર્માએ 8 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા. તેની વિકેટ નુર અહમદે લીધી હતી. તિલક વર્માની ઘડિયાળ તોડનાર સીએસકેનો બોલર જેમી ઓવર્ટનના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો. તેમણે 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ લીધી હતી. ઓવર્ટને માત્ર નમન ધીરની વિકેટ લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, મેચમાં તિલક વર્માની મોંઘી ઘડિયાળ તૂટી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.