Achira News Logo
Achira News

ચોમાસું સળગતા ગુજરાતને રાહત આપે છે

Akila News
ચોમાસું સળગતા ગુજરાતને રાહત આપે છે
Full News
Share:

અમદાવાદ :ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો, ત્યારે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો. મહીસાગરના કડાણા પંથક સહિત રાજસ્થાન સરહદના ગામોમાં મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખાસ કરીને દાહોદના ફતેપુરા, ઝાલોદ અને લીમડી પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચોમાસું સળગતા ગુજરાતને રાહત આપે છે | Achira News