નવી દિલ્હી,તા.૨૦: હિદુઓ માટે ચારધામની યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ચારધામની યાત્રાએ જતા હોય છે. ૨૦૨૬ના ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અંગે દેહરાદૂનથી જાહેર કરાયેલા આંકડાની વાત કરવામાં આવે તો, આ વર્ષે શ્રદ્ધાળુઓનો ઉત્સાહમાં વધારે જોવા મળ્યો છે. ૧૮ માર્ચ સુધીની આંકડા પ્રમાણે કુલ ૬,૮૬,૩૦૫ લોકોએ નોંધણી કરાવી છે. હજી પણ લોકો નોંધણી કરાવી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વર્ષે એક નવો રેકોર્ડ બનશે તેવું લાગી રહ્યું છે. આ નોંધણીમાં કેદારનાથ ધામ સૌથી આગળ છે. કેદારનાથ માટે ૨,૨૯,૨૯૫ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. દર વર્ષે કેદારનાથના દર્શન કરવા જતા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આ વર્ષે પણ માત્ર ૧૨ જ દિવસમાં કેદારનાથ ધામ માટે ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. બદ્રીનાથ ધામ માટે ૨,૦૨,૬૨૨ શ્રદ્ધાળુઓ, ગંગોત્રી માટે ૧,૨૮,૨૫૩ અને યમુનોત્રી માટે ૧,૨૫,૩૬૬ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડાને જોતા એ સ્પષ્ટ થયું છે કે, આ વર્ષે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં ભક્તો જવાના છે. હેમકુંડ સાહિબ માટે જતા શ્રદ્ધાળુઓની વાત કરવામાં આવે તો, તેના માટે ૭૬૯ શ્રદ્ધાળુએ નોંધણી કરાવી છે. અન્ય ધામોની તુલનામાં આ આંકડો ઓછો હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૬ની આ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જો આ ઝડપે નોંધણીઓ થતી તો આ વર્ષે યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અગાઉના રેકોર્ડ બનાવી શકે છે
ચાર ધામ યાત્રામાં 2026માં વિક્રમજનક નોંધણીની સંખ્યા જોવા મળી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.