Achira News Logo
Achira News

ચોરનો બિનપરંપરાગત સંદેશ જેસલમેર પોલીસને મૂંઝવણમાં મૂકે છે

Akila News
ચોરનો બિનપરંપરાગત સંદેશ જેસલમેર પોલીસને મૂંઝવણમાં મૂકે છે
Full News
Share:

જૈસલમેર:રાજસ્થાનના સુવર્ણનગરી જેસલમેરમાં ચોરીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ છે. સામાન્ય રીતે ચોર ચોરી કરીને પલાયન થઈ જતા હોય છે, પરંતુ અહીં તો ચોર મહાશયે ઘરની દિવાલોને ‘મેસેજ બોર્ડ’ બનાવી દીધું. જેસલમેરની IGNP કોલોનીમાં રહેતા આસિસ્ટન્ટ એન્જિનિયર સોહન જાંગીડના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરે માત્ર ચોરી જ ન કરી, પણ લિપસ્ટિકથી દિવાલ પર એવી સલાહ લખી કે વાંચનારા હસવું રોકી શક્યા નથી.એન્જિનિયર સાહેબ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે જોયું કે કબાટમાંથી મોંઘા કપડાં, લેપટોપ અને ટીવી ગાયબ હતા. પરંતુ ઘરની સફેદ દિવાલો પર લાલ લિપસ્ટિકથી કંઈક લખેલું હતું. ચોરે લખ્યું હતું, "જો ઘરમાં દારૂ રાખો છો, તો સાથે બટાકાની ચિપ્સ પણ રાખતા જાવ!" એવું લાગે છે કે ચોરે ચોરી કરતા પહેલાં શાંતિથી બેસીને ઘરમાં પડેલા દારૂની મિજબાની માણી હતી, પણ ચિપ્સ ન મળતા તેને આ કટાક્ષ કરવાની ફરજ પડી હતી.ચોરે માત્ર સલાહ જ ન આપી, પણ પોલીસથી બચવા માટે મકાનમાલિક સાથે 'સોદો' પણ કર્યો. તેણે દિવાલ પર લખ્યું, "પોલીસ સ્ટેશન જશો તો સમય બગડશે, ફરિયાદ ન કરતા. મને ભૂલી જજો અને હું પણ તમને ભૂલી જઈશ." ચોરે પોતાનો પરિચય 'બિહારી બાબુ' તરીકે આપ્યો અને લખ્યું કે આ તેની પહેલી ચોરી હતી જે તેણે મજબૂરીમાં કરી હતી. અંતમાં તેણે મકાનમાલિકના ભોજનના વખાણ કરીને 'આભાર' (Thank You) પણ લખ્યું!આ 'સર્જનાત્મક ચોર'ની કરતૂત હવે આખા રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે જણાવ્યું કે ચોરે ઘરમાં ઘણો સમય વિતાવ્યો હશે તો જ આટલું બધું લખી શક્યો હોય. હાલમાં પોલીસ લિપસ્ટિકના લખાણ અને આસપાસના CCTV ફૂટેજના આધારે આ 'સાહિત્યિક ચોર'ને શોધી રહી છે. લોકો હવે આ ચોરની 'પ્રામાણિકતા' અને તેની અજીબ 'શરતો' પર સોશિયલ મીડિયામાં જોક્સ બનાવી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચોરનો બિનપરંપરાગત સંદેશ જેસલમેર પોલીસને મૂંઝવણમાં મૂકે છે | Achira News