Achira News Logo
Achira News

જી. ઈ. ઈ. આર. ફાઉન્ડેશને પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યું

Akila News
જી. ઈ. ઈ. આર. ફાઉન્ડેશને પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યું
Full News
Share:

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.,રઃ ગુજરાત ઈકોલોજીકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ(GEER)ફાઉન્‍ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્‍ડ દિવસ' ના પૂર્વે દિને ‘વેટલેન્‍ડ્‍સ એન્‍ડ ટ્રેડિશનલ નોલેજઃ સેલિબ્રેટિંગ કલ્‍ચરલ હેરીટેજ' વિષય પર બે દિવસીય ૮માં આંતરરાષ્‍ટ્રીય વેટલેન્‍ડ સેમિનારનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉદઘાટન સેમીનારના અધ્‍યક્ષ સ્‍થાને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સંબોધનમાં જણાવ્‍યું હતું કે પોરબંદર પંથકમાં વેટલેન્‍ડસનો ખજાનો ભર્યો છે. વેટલેન્‍ડએ પૃથ્‍વીની જીવન રેખા છે તેને બચાવવાએ આપણી નૈતિક ફરજ છે. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્‍ડ્‍સના મહત્‍વ પર ભાર મૂકતા જણાવ્‍યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્‍ડ્‍સ આવેલા છે. વેટલેન્‍ડ્‍સ એ માત્ર જળાશયો નથી પણ પળથ્‍વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં વેટલેન્‍ડ ક્‍લબ બનાવી નવી પેઢીને પ્રકળતિ સાથે જોડવા પર ભાર મૂકયો હતો. પ્રકળતિ અને વન્‍યજીવોના રક્ષણ વિશે વાત કરતા તેમણે જણાવ્‍યું કે દરેક જીવનું કુદરતી ચક્રમાં આગવું મહત્‍વ છે. તેમણે ઉદાહરણ આપ્‍યું કે સાપ જેવી રીતે ઉંદરો પર નિયંત્રણ રાખીને અનાજનો બગાડ અટકાવે છે, જે પ્રત્‍યક્ષ રીતે માનવજાતને મદદરૂપ છે. વધુમાં, ધરમપુર ખાતેના રિસર્ચ સેન્‍ટરમાં સાપના ઝેરમાંથી એન્‍ટી-વેનમ દવાઓ બનાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે, તે વિજ્ઞાન અને પ્રકળતિના સમન્‍વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પર્યાવરણીય સિદ્ધિઓની ચર્ચા કરતા મંત્રીશ્રીએ નોંધ્‍યું કે રાજ્‍યમાં સિંહોની વસ્‍તીમાં ૩૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને હવે બરડા અભયારણ્‍ય પણ સિંહોનું બીજું ઘર બની રહ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જી. ઈ. ઈ. આર. ફાઉન્ડેશને પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યું | Achira News