Achira News Logo
Achira News

જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી

Akila News
જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી
Full News
Share:

અમદાવાદ તા.૧૯: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પૌરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષા બુધવારે વિધિવત રીતે પૂર્ણ થઈ છે. છેલ્‍લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ રશૈક્ષણિક મહાકુંભમાં રાજ્‍યના અંદાજે ૧૫.૨૮ લાખ વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીની મહત્ત્વની પરીક્ષા આપી હતી. બુધવારે અંતિમ પેપર પૂર્ણ થતાં જ પરીક્ષા કેન્‍દ્રોની બહાર વિદ્યાર્થીઓના ચહેરા પર રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી. રાજ્‍યમાં ૨૬ ફેબ્રુઆરીથી પોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં પોરણ-૧૦ના ૯.૦૭ લાખ અને પોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના ૫.૦૧ લાખ વિદ્યાર્થી માટે બુધવારે છેલ્‍લો દિવસ હતો. જ્‍યારે પોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૬ માર્ચના રોજ જ પૂર્ણ થઈ ગઈ હતી. રાજ્‍યભરના ૧૭૦૧ સેન્‍ટરો અને ૫૫૬૫ સ્‍કૂલોમાં યોજાયેલી આ પરીક્ષામાં છેલ્‍લા દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ બહાર નિકળ્‍યા હતા. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરાઈ હતી. ૫૩,૭૬૪ વર્ગખંડો ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાથી સજ્જ હતા. પ્રશ્નપત્રોના ટ્રેકિગ માટે લોન્‍ય કરાયેલી ખાસ એપ્‍લિકેશનને કારણે પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાઈ છે. મોર્ડના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, છૂટાછવાયા ચોરીના કેસો સિવાય સમગ્ર રાજ્‍યમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી પર ધ્‍યાન કેન્‍દ્રીત કરાયું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી | Achira News