Achira News Logo
Achira News

જી. એસ. એચ. એસ. ઇ. બી. દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઃ વૈજ્ઞાનિક વલણ અને કૌશલ્યની ચકાસણી હાથ ધરવામાં આવી

Divya Bhaskar
જી. એસ. એચ. એસ. ઇ. બી. દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઃ વૈજ્ઞાનિક વલણ અને કૌશલ્યની ચકાસણી હાથ ધરવામાં આવી
Full News
Share:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો 5 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહી છે. આ પરીક્ષા માત્ર ગુણ મેળવવા માટે જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક અભિગમ અને પ્રાયોગિક કૌશલ્યની કસોટી છે. વ પ્રયોગ ચાલુ કરતાં પહેલા સુપરવાઇઝરને‎દોરેલ પરિપથ અને જોડેલ પરિપથ બતાવવો‎ભૌતિક વિજ્ઞાનમાં બે પ્રકારના પ્રયોગો છે એક પરિપથ વાળા અને બીજા પરિપથ વગરના. તેથી પ્રથમ સર્કિટ વાળા ભાગમાં હેતુ ,સાધનો , પરિપથ આકૃતિ, અવલોકનો, અવલોકન કોઠો ,ગણતરી અને છેલ્લે નિર્ણય લખવાનો હોય છે. જેના 23 માર્કસ હોય છે. જ્યારે બીજા સર્કિટ વગરના ભાગમાં આકૃતિ દોરવાની ફરજિયાત હોતી નથી.તેમાં પ્રશ્નપત્રમાં ઉલ્લેખ કર્યો હોય તે મુજબ આકૃતિ દોરવાની હોય છે.તેના પણ 23 માર્કસ હોય છે પ્રાયોગિક પરીક્ષામાં પ્રયોગ પદ્ધતિ લખવાની હોતી નથી. કુલ બે પ્રયોગના 46 અને પ્રયોગપોથીના 4 માર્કસ એમ કુલ 50 ગુણ હોય છે.પરિપથ વાળા એટલે કે સર્કિટ વાળા પ્રયોગોમાં સર્કિટ કઈ રીતે જોડવી તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રયોગ ચાલુ કરતાં પહેલા સુપરવાઇઝરને દોરેલ પરિપથ અને જોડેલ પરિપથ બતાવવો. અરીસા અને લેન્સના પ્રેક્ટિકલમાં યોગ્ય ગોઠવણી કરી બતાવવા. પ્રયોગનો હેતુ સમજી કયો પ્રયોગ છે તે ધ્યાનમાં લેવું. દરેક પ્રેક્ટિકલમાં પૂછાય તેવા પ્રશ્નો તૈયાર કરી લેવા જેથી વધારેમાં વધારે ગુણ પ્રાપ્ત કરી શકાય છે.> મયુર કે. રાવલ, ભૌતિક વિજ્ઞાન, શેઠ પી એન્ડ આર હાઇસ્કૂલ પ્રાંતિજ) મૌખિક પ્રશ્નોત્તરીના‎જવાબ વિચારીને આપવા‎રસાયણ વિજ્ઞાનમાં પ્રશ્ન નંબર 1 જે 17 ગુણનો છે તેમાં જે ગણતરી આવે છે તેની અગાઉના દિવસે પ્રેક્ટિસ કરી લેવી. પ્રશ્ન નંબર 2 પણ 17 ગુણનો છે. તેમાં અકાર્બનિક પદાર્થના ધન આયન અને ઋણ આયન શોધવાનો હોય છે. પ્રશ્ન નંબર 3 જેમાં કાર્બનિક પદાર્થનો ક્રિયાશીલ સમૂહ અથવા ખાધ પદાર્થમાં રહેલા ઘટકોની હાજરી શોધવાની હોય છે. મૌખિક પ્રશ્નોત્તરીના પણ જવાબ આપવાના હોય છે જે યોગ્ય વિચારીને આપવા. પ્રાયોગિક નોંધપોથી અને પ્રાયોગિક માર્ગદર્શિકા પરીક્ષા કેન્દ્ર પર અવશ્ય લઈને જવાનું છે.> સી.જે.પટેલ, કેમેસ્ટ્રી ટીચર, હિંમત હાઇસ્કૂલ હિંમતનગર પ્રશ્ન નંબર 4 સૌથી વધારે અગત્યનો જેમાં‎વિવિધ નમૂનાઓની ગોઠવણી‎‎જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષામાં સારા ગુણ મેળવવા‎‎માટે માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને ચોકસાઈ પણ‎‎ખૂબ જરૂરી છે. પેપર 50 માર્ક નું હોય છે તેમાં 5 પ્રશ્નો‎પુછાય છે. પ્રશ્ન નંબર 5 જનરલનો હોય છે. જેના 4 માર્ક હોય છે. જર્નલ સંપૂર્ણ‎લખેલી અને બધા જ પ્રયોગમાં શિક્ષકની સહી, પ્રમાણપત્ર, આચાર્યના સહી સિક્કા‎હોવા જોઈએ. જીવ વિજ્ઞાનમાં પ્રશ્ન 1, 2, અને 3 માં સૂચના મુજબ દરેક પ્રશ્નનો‎હેતુ સમજીને પ્રયોગ કરવાનો હોય છે. પ્રયોગ પૂર્ણ કરવાના સમયનું આયોજન કરી‎લેવું.દરેક પ્રશ્નમાં પ્રયોગને લગતા મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે છે જેના આધારે‎પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થાય છે. એના માટે એમસીક્યૂ જેવા પ્રશ્નો ખાસ તૈયાર‎કરવા. પ્રશ્ન નંબર 4 સૌથી વધારે અગત્યનો છે. જેમાં પેપરમાં પૂછવામાં આવેલા‎વિવિધ નમૂનાઓની ગોઠવણી કરેલી હોય છે. દરેક નમૂના માટે બોર્ડની સૂચના‎મુજબ લખાણ લખવાનું હોય છે તેમજ નમૂનો ઓળખવાનો અને કેટલાકમાં‎આકૃતિ પણ દોરવાની હોય છે. પ્રશ્ન 4 માં કુલ 8 નમૂનાઓ પૂછાય છે દરેક‎નમૂનાના ત્રણ માર્ક પ્રમાણે આ પ્રશ્ન 24 માર્કસનો છે. જેમાં સચોટ લખાણ જરૂરી‎છે. > પી જે મહેતા, બાયોલોજી ટીચર, હિંમત હાઇસ્કૂલ, હિંમતનગર‎

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જી. એસ. એચ. એસ. ઇ. બી. દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઃ વૈજ્ઞાનિક વલણ અને કૌશલ્યની ચકાસણી હાથ ધરવામાં આવી | Achira News