Achira News Logo
Achira News

જુનાગઢ જિલ્લામાં બે વૃદ્ધોએ અસહ્ય આરોગ્યની સ્થિતિને કારણે આત્મહત્યા કરી

Akila News
જુનાગઢ જિલ્લામાં બે વૃદ્ધોએ અસહ્ય આરોગ્યની સ્થિતિને કારણે આત્મહત્યા કરી
Full News
Share:

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦: બીમારીથી કંટાળી જુનાગઢ જિલ્‍લાના જુથળ અને મોટા કાજલીયાળા ગામના વૃધ્‍ધએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના કરણાભાઇ જીવાભાઇ કાગડા ઉ.વ. ૫૬ નામના વૃદ્ધને માનસિક બીમારી હતી અનેક દવા અને સારવાર કરાવવા છતાં પણ તબિયત નહીં સુધરતા ૧૮ માર્ચના રોજ રાત્રે રામવાવ પાટીયાના ચબુતરા પાસે ઝેરી ટીકડા ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી. વૃધ્‍ધના આપઘાતની જાણ થતા પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. જ્‍યારે અન્‍ય એક આવા બનાવમાં વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામના લાખાભાઈ ગોવીંદભાઈ ડાંગર ઉ.વ. ૬૦ નામના વૃધ્‍ધને છેલ્‍લા બે વર્ષ થી કમરના દુખાવાની બીમારી હતી. જે બીમારીથી કંટાળી જઈને ૧૮ માર્ચના રોજ સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે વંથલી પોલીસે દોડી જઈને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જુનાગઢ જિલ્લામાં બે વૃદ્ધોએ અસહ્ય આરોગ્યની સ્થિતિને કારણે આત્મહત્યા કરી | Achira News