Achira News Logo
Achira News

જુનાગઢ શહેર ભીષણ ગરમી સામે લડી રહ્યું છે, વૃક્ષો બચાવવા માટે પાણીનો છંટકાવ કરી રહ્યું છે

Divya Bhaskar
જુનાગઢ શહેર ભીષણ ગરમી સામે લડી રહ્યું છે, વૃક્ષો બચાવવા માટે પાણીનો છંટકાવ કરી રહ્યું છે
Full News
Share:

રાજ્યમાં અત્યારે ઉનાળો આકરો તપી રહ્યો છે,ખાસ કરીને જૂનાગઢ શહેર તેમજ ગિરનારક્ષેત્રમાં પારાની સાથે સાથે ગરમીની તીવ્રતા વધતા વનસ્પતિ અને વન્યજીવો પર પણ આની અસર જોવા મળી છે. આ આકરા તાપથી વૃક્ષોને સુકાતા બચાવવા માટે સતત પાણીનો છંટકાવ થઇ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવેલા 5100 વૃક્ષોને રોજીંદુ ગરમીને કારણે 75000 લીટર પાણીનો છંટકાવ થઇ રહ્યો છે. મેનેજર ક્રિપાલસિંહ ચુડાસમા જણાવ્યુ કે, છેલ્લા ઘણા દિવસથી હિટવેવ મુજબ તાપમાન 38 થી 43 ડિગ્રી સુધીનુ નોંધાય રહ્યુ છે. આકરી ગરમીને કારણે શહેરમાં વાવેલા વૃક્ષો પર પણ અસર જોવા મળી રહી છે. આ વૃક્ષો ગરમીને કારણે બળી ન જાય કે સુકાય ન જાય તે માટે રોજના શહેરના વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ટેન્કરો મારફત વૃક્ષોને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ડિવાયડર તેમજ અન્ય સ્થળોએ મળી કુલ 5100 વૃક્ષો વાવેલા છે. આ વૃક્ષોને ગરમીને કારણે રોજીંદુ 75 હજાર લીટર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હજુ ગરમી વધશે તો વધુ પાણીનો છંટકાવ કરાશે એમ જણાવ્યુ છે. શિયાળામાં 2 દિવસે એકવાર છંટકાવકોન્ટ્રાકટરે જણાવ્યુ કે, ગરમીને કારણે ઉનાળામાં રોજીંદુ છંટકાવ કરવાની જરૂરીયાત રહે છે. શિયાળામાં ઠંડીને કારણે બે દિવસે એકવાર એક સ્થળે પાણી છંટકાવ થાય છે. એટલે કે, તેમા ઉનાળા કરતા અડધાથી પણ ઓછુ પાણી જોઇએ છે. જ્યારે ચોમાસામાં તો બે-ત્રણ વરસાદને કારણે પાણીનો છંટકાવ બંધ રહે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જુનાગઢ શહેર ભીષણ ગરમી સામે લડી રહ્યું છે, વૃક્ષો બચાવવા માટે પાણીનો છંટકાવ કરી રહ્યું છે | Achira News