Achira News Logo
Achira News

જુનાગઢના વિદ્યાર્થીઓને આર્ડિનોના ઉપયોગથી કોડિંગની વ્યવહારુ તાલીમ મળી

Akila News
જુનાગઢના વિદ્યાર્થીઓને આર્ડિનોના ઉપયોગથી કોડિંગની વ્યવહારુ તાલીમ મળી
Full News
Share:

જુનાગઢ : વડાપ્રધાનનરેન્‍દ્રભાઈ મોદીનાInnovationને મળતા વિશેષ પ્રાધાન્‍ય અને“Make in India”તથા“Startup India”જેવી પહેલોને અનુરૂપ, બહાઉદ્દીન સાયન્‍સ કોલેજ, જુનાગઢ ખાતેInnovation ClubઅનેKnowledge Consortium of Gujarat (KCG)ના સંલગ્ન બેનર હેઠળ“30-hour Practical Training Workshop on Coding Using Arduino (IDE)”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાંચ દિવસીય હેન્‍ડ્‍સ-ઓન પ્રાયોગિક તાલીમ વર્કશોપમાં કુલ ૩૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન નિષ્‍ણાંત ભગીરથ ભટ્ટ તથા ડૉ. રશ્‍મીન તન્ના, વ્‍યાખ્‍યાતા, એ. વી. પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટીટયુટ, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓનેArduinoના મૂળભૂત સિદ્ધાંતો, કોડિંગના આધારભૂત ખ્‍યાલો તેમજ વિવિધ સેન્‍સર જેમ કેUltrasonic Sensor, IR Sensor, Moisture Sensorવગેરે વિશે વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ઉપરાંતArduinoઅને સેન્‍સર આધારિતAutomation Projectsદ્વારા પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્‍યું. વર્કશોપના અંતિમ દિવસે વિદ્યાર્થીઓની ટીમો દ્વારાArduinoઆધારિત પ્રોજેક્‍ટ્‍સ પર હરીફાઈ યોજાઈ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના માનનીય પ્રિન્‍સિપાલ ડૉ. આર. પી. ભટ્ટ ના પ્રોત્‍સાહન તેમજSSIP Coordinatorડૉ. પી. એસ. વાછાણી અનõ Innovation club Coordinatorડૉ. હાર્દિકા ગોસ્‍વામી, ડૉ એમ.એમ જાની, પ્રો .એ.જી મકવાણા અને ફિઝિક્‍સ સ્‍ટાફના સંયુક્‍ત પ્રયાસોથી સફળતાપૂર્વક સંપન્ન થયું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જુનાગઢના વિદ્યાર્થીઓને આર્ડિનોના ઉપયોગથી કોડિંગની વ્યવહારુ તાલીમ મળી | Achira News