Achira News Logo
Achira News

જુનાગઢમાં પોલીસે દારૂની દાણચોરીની કાર્યવાહીનો પર્દાફાશ કર્યો

Divya Bhaskar
જુનાગઢમાં પોલીસે દારૂની દાણચોરીની કાર્યવાહીનો પર્દાફાશ કર્યો
Full News
Share:

જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જોશીપરા પાસે નારાયણ ચોક ખાતે સામેથી આવી રહેલ જીજે સીઇ 6982 નંબરના મોપેડ ચાલકને રોકવામાં આવ્યો હતો. પોલીસને જોઈ ચાલક ગભરાઈ ગયો હતો અને સંતોષકારક જવાબ આપી પોલીસે મોપેડની ડેકીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનું 1 ચપટું 2 મળી આવ્યું હતું. એટલું જ નહીં, શખ્સના પેન્ટના નેફામાંથી પણ દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 25,000નું મોપર, રૂ. 600નો વિદેશી દારૂ અને બે મોબાઈલ મળી કુલ 31,100નો મુદ્દામાલ જપ્ત કરી શાક માર્કેટ પાસે રહેતો 25 વર્ષીય અકરમ પઠાણની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને તેના બનેવી સમીર હનીફભાઈ બ્લોચે પૂરો પાડ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર સમીર બ્લોચને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જુનાગઢમાં પોલીસે દારૂની દાણચોરીની કાર્યવાહીનો પર્દાફાશ કર્યો | Achira News