સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ માવઠા બાદ લંબય બાદ ઠંડીનો પારો વધ્યો નથી. જાન્યુઆરીમાં ગરમીનું તાપમાન સતત વધ્યું છે. જેના કારણે જાન્યુઆરી મહત્તમ તાપમાન એવરેજ 30 ડિગ્રી ઉપર રહ્યું હતું. આથી 2026નો જાન્યુઆરી મહિનો 10 વર્ષમાં સૌથી વધુ ગરમ માસ બન્યો છે. આ ત્યાર બાદ સતત ઠંડીનો પારો વધ્યો નથી. જેના કારણે નવેમ્બર ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી શરૂઆતથી જ તાપમાનનો પારો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન એવરેજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. ત્યારે 10 વર્ષની સાથે જો સરખામણી કરાય તો 2026નો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી છે. આ મહિના દરમિયાન શરૂઆતના દિવસોમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર બન્સથી ભેજ વધ્યું, શુષ્કતા ઘટતા ઠંડી વધીવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટર્ફની ભેજની સિસ્ટમ સક્રિય થઇ છે. જે અરબી સમુદ્ર થઇને ગુજરાત સુધી લંબાય છે. જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતા વાદળીયું વાતાવરણ સર્જાયું. જેના કારણે વાતાવરણમાં ઠંડીને જરૂરી એવી શુષ્કતા ઓછી થઇ અને ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઇ રહ્યો છે. { રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
જાન્યુઆરી 2026માં સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાન્ય ગરમીનું મોજું ત્રાટક્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.