Achira News Logo
Achira News

જાપાનના પ્રખ્યાત નિર્દેશક ત્સુતોમુ શિબાયામાનું ફેફસાના કેન્સર સાથે લાંબી લડાઈ બાદ 84 વર્ષની વયે નિધન થયું

Akila News
જાપાનના પ્રખ્યાત નિર્દેશક ત્સુતોમુ શિબાયામાનું ફેફસાના કેન્સર સાથે લાંબી લડાઈ બાદ 84 વર્ષની વયે નિધન થયું
Full News
Share:

ટોક્યો: એનિમેશનની દુનિયામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના બાળકોના પ્રિય ગેજેટ કેટ 'ડોરેમોન' (Doraemon) ને પડદા પર જીવંત કરનાર પ્રખ્યાત જાપાનીઝ ડાયરેક્ટર સુતોમુ શિબાયામાનું ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. જાપાનીઝ એનિમેશન સ્ટુડિયો 'એશિયા ડુ એનિમેશન વર્ક્સ' દ્વારા સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. શિબાયામા લાંબા સમયથી ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, જેની સામે અંતે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે.૧૯૭૪ થી ૨૦૦૫ સુધી ડોરેમોનનું સફળ સંચાલનસુતોમુ શિબાયામાએ ૧૯૬૩માં 'ટોઇ એનિમેશન' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમને વૈશ્વિક ખ્યાતિ અપાવી 'ડોરેમોન' શ્રેણીએ. તેમણે ૧૯૭૪ થી ૨૦૦૫ સુધી સતત ૩૧ વર્ષ સુધી આ કાર્ટૂન શ્રેણીનું દિગ્દર્શન કર્યું હતું. નોબિતાની મુશ્કેલીઓ, ડોરેમોનના અનોખા ગેજેટ્સ અને શિઝુકા-સુનિયો-જિયાન જેવા પાત્રોને ઘેર-ઘેર લોકપ્રિય બનાવવામાં શિબાયામાનો સિંહફાળો રહ્યો છે.'રાષ્ટ્રીય એનિમેશનના પિતા'નું બિરુદએનિમેશન જગતમાં તેમના અભૂતપૂર્વ પ્રદાન બદલ તેમને 'રાષ્ટ્રીય એનિમેશનના પિતા' (Father of National Animation) તરીકે નવાજવામાં આવ્યા હતા. તેમણે માત્ર ટીવી શ્રેણી જ નહીં, પણ ૨૨ થી વધુ બ્લોકબસ્ટર જાપાનીઝ એનિમેટેડ ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યું હતું. એનિમેશન જગતના માંધાતાઓ તેમને 'કાર્ટૂન વિશ્વના રાજા' તરીકે ઓળખાવતા હતા.સોશિયલ મીડિયા પર ચાહકોની આંખો ભીનીશિબાયામાના અવસાનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર 'ડોરેમોન'ના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. ૯૦ના દાયકાના બાળકો, જેઓ હવે યુવાન થઈ ગયા છે, તેઓ પોતાના બાળપણની યાદો તાજી કરી આ મહાન સર્જકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, "તેમણે અમને માત્ર કાર્ટૂન નથી આપ્યું, પણ એક એવી દુનિયા આપી છે જ્યાં સપના સાચા થાય છે." ભલે શિબાયામા આજે આપણી વચ્ચે નથી, પણ ડોરેમોનના રૂપમાં તેઓ હંમેશા જીવંત રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જાપાનના પ્રખ્યાત નિર્દેશક ત્સુતોમુ શિબાયામાનું ફેફસાના કેન્સર સાથે લાંબી લડાઈ બાદ 84 વર્ષની વયે નિધન થયું | Achira News